Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ઠંડીમાં ભારે રાહતઃ માત્ર નલીયા-ગિરનાર ઉપર ટાઢોડુ

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયોઃ માત્ર મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્‍ય ઠંડી

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ઠંડીમાં રાહતનો અનુભવ થયો છે. કચ્‍છના નલીયા અને ગીરનાર પર્વત ઉપર ટાઢોડુ છવાયુ છે.

કચ્‍છના નલીયામાં ૬.પ ડીગ્રી અને ગીરનાર પર્વત ઉપર ૬.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.

જયારે રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૩.૩ ડીગ્રી, જામનગરમાં ૧૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. સોરઠમાં આજે પણ ઠંડીનું મોજુ યથાવત રહ્યુ છે. ગીરનાર પર્વત ખાતે ૬.૬ ડીગ્રી ઠંડી અનુભવાઇ હતી. આજે નવા સપ્તાહનાં પ્રથમ દિવસે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૧.૬ ડીગ્રી નોંધાયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૦ ટકા રહેલ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૮ કિ.મી.ની નોંધાઇ હોવાનું કૃષિ યુનિ.નાં હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્‍યું હતું.

જુનાગઢનાં ગીરનાર પર્વત પર ૬.૬ ડીગ્રી તાપમાન રહેતા પ્રવાસીઓ સહિતના  લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવો પડયો હતો. સોરઠમાં શનીવારથી ઠંડીનું નવેસરથી આક્રમણ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. આજનું હવામાન ર૯ મહત્તમ ૧૪ લઘુતમ ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

 

ક્‍યાં કેટલી ઠંડી

શહેર          લઘુત્તમ તાપમાન

 

 

અમદાવાદ

૧૫.૨

ડિગ્રી

ડીસા

૧૨.૮

,,

વડોદરા

૧૬.૦

,,

સુરત

૧૬.૨

,,

રાજકોટ

૧૩.૩

,,

ગિરનાર પર્વત

૬.૬

,,

કેશોદ

૧૦.૨

,,

ભાવનગર

૧૬.૩

,,

પોરબંદર

૧૨.૪

,,

વેરાવળ

૧૬.૭

,,

દ્વારકા

૧૬.૪

,,

ઓખા

૧૭.૬

,,

ભુજ

૧૨.૭

,,

નલીયા

૬.૫

,,

સુરેન્‍દ્રનગર

૧૫.૦

,,

ન્‍યુ કંડલા

૧૩.૫

,,

કંડલા એરપોર્ટ

૧૩.૧

,,

અમરેલી

૧૩.૬

,,

ગાંધીનગર

૧૨.૨

,,

મહુવા

૧૪.૧

,,

દિવ

૧૩.૬

,,

વલસાડ

૧૧.૫

,,

વલ્લભ વિદ્યાનગર

૧૫.૦

,,

જામનગર

૧૪.૦

,,

જુનાગઢ

૧૧.૬

,,

 

(1:35 pm IST)