Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

માંગરોળમાં અંગત જીવનનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ૧૦ લાખ માંગ્‍યા

બે શખ્‍સો સામે ફરિયાદના પગલે તપાસ

જુનાગઢ તા.૧૮ :  માંગરોળમાં પત્‍નીના અંગત જીવનનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બે શખ્‍સોએ યુવાન પાસે રૂા.૧૦ લાખની માંગણી કરી હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, માંગરોળ ખાતે ઇંદિરાનગરમાં મસ્‍જિદની બાજુમાં રહેતાએ તેના અને તેની પત્‍નીના અંગત જીવનનો વિડીયો ઉતારેલ.

પરંતુ ઇમરાન સુલેમાન ભાટ અને તેનો ભાઇ ઇરફાને યુવાનનાં મોબાઇલમાંથી અંગત પળોનો વિડીયો મેળવી બાદમાં આ શખ્‍સોએ વિડીયો યુવકને તેના મોબાઇલ પર મોકલી અને વાઇરલ કરવાની ધમકી આપી હતી.

તેમજ રૂા.૧૦ લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ યુવાને કરતા સીપીઆઇ એન.આઇ. રાઠોડે તપાસ હાથ ધરી છે.

(1:30 pm IST)