Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જુનાગઢમાં હદપારી ભંગ બદલ ઝડપાયો

જુનાગઢ તા. ૧૮ : જુનાગઢ રેન્‍જ ડી.આઇ.જી.પી મનિન્‍દર પ્રતાપસિંહ પવારની અને એસ.પી. રવિતેજા વાસમ સેટ્ટીની સુચનાથી નાસતા ફરતા અને હદપાર ભંગ કરતા શખ્‍સોને ઝડપી લેવા જારી કરેલ આદેશના પગલે ગઇકાલે એલસીબી પી.આઇ.એચ.આઇ. ભાટ્ટી પી.એસ.આઇ., ડીજી.બડવા સહિતનો સ્‍ટાફ શહેરમાં પેટ્રોલીંગમાં હતો દરમ્‍યાન કોન્‍સ. દિપકભાઇ બડવાને બાતમી મળેલ કે એક હદપારી શખ્‍સ શહેરમાં આવ્‍યો છે ત્‍યારે ચુનારાવાસ મજેવડીગેટની બાજુમાંથી રવિ કીશોર સોલંકી દેવીપુજકને હદપાર ભંગ બદલ ઝડપી લઇ બીડીવીઝન પોલીસને આગળ કાર્યવાહી માટે સોપેલ છે.

(1:29 pm IST)
  • પોલીઓની જેમ જ દેશમાંથી કોરોના પણ ભગાડશું: અમિતાભ બચ્ચન સુપ્રસિદ્ધ બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને કોરોના રસીકરણને લઈને ટ્વીટ કરી કહ્યુ કે જેમ પોલિયોને આપણે ભારતમાંથી નાબુદ કર્યો તેમ જ ભારતને કોરોના મુક્ત પણ કરીશુ. access_time 8:35 pm IST

  • ગણતંત્ર દિવસ પર કિશાન માર્ચ અંગે જોડાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ટળી : હવે ૨૦ જાન્‍યુઆરીએ નિર્ણય લેવાશે : ૨૬ જાન્‍યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રિમમાં સુનાવણી થવાની હતી : પરંતુ કોર્ટે હાલમાં આ નિર્ણયને ૨૦ જાન્‍યુઆરી સુધી મોકૂફ રાખ્‍યો છે : કોર્ટમાં દિલ્‍હી પોલીસ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી access_time 10:37 am IST

  • પ્રજાસત્તાક દિવસે આઉટર દિલ્હી રીંગ રોડ ઉપર ખેડૂતો પરેડ કરશે : પોણા બે મહિનાથી કૃષિ કાનૂનોના વિરોધમાં આંદોલન ચાલવી રહેલા આંદોલનકારી ખેડૂતો ૨૬ જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર કરશે પરેડ: કિસાન નેતાઓની જાહેરાત access_time 8:33 pm IST