Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જુનાગઢમાં હદપાર થયેલ ફકીર શખ્‍સ ઝડપાઇ ગયો

જુનાગઢ તા. ૧૮ : જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટીના સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્‍વયે નાસતા ફરતા તથા હદપાર થયેલ ઇસમો તથા પેરોલ પરથી હાજર ન થયેલ આરોપીઓને પકડી પાડવા ખાસ ઝૂંબેશ શરૂ કરેલ હોય અને આવા આરોપીઓને પકડી પાડવા એસ.ઓ.જી. જુનાગઢના પોલીસ ઇન્‍સ એસ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્‍સ. જે.એમ.વાળા તથા પો.સ્‍ટાફના માણસો સતત પ્રયત્‍નશીલ હોય.

હકીકત મળેલ કે, અસ્‍પાકશા ઇસ્‍માઇલશા રફાઇ ફકીર રહે. સુખનાથ ચોક, તાર બંગલા પાસે જુનાગઢવાળો વિરૂદ્ધ કોર્ટેએ હદપારી કેસ નંબર-ર૪/ર૦ર૦  તા.૮/૧ર/ર૦ર૦ અન્‍વયે તા.૧ર/૧ર/ર૦ થી જુનાગઢ શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારની હદમાંથી દોઢ વર્ષ માટે હદપાર કરેલ હોય અને આ ઇસમ પોતે હદપાર હોવા છતા જુનાગઢ શહેર વિસ્‍તારમાં પ્રવેશ કરેલ હોય જેથી આ ઇસમને ચોકકસ બાતીમાં આધારે જુનાગઢ, ઢુંઢણના પુલ, પાણીના ટાંકા પાસેથી પકડી પાડી હદપાર ભંગ બદલ જી.પી.એકટ કલમ ૧૪ર મુજબ ગુનો રજી. કરાવી આગળની કાર્યવાહી માટે એ ડીવી પો.સ્‍ટે.ને સોંપી આપેલ છે.

(1:28 pm IST)