Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સોમનાથ-વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાનો કાલે જન્‍મદિવસ

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.૧૮ : સોરઠના પ્રાચીન ઇતિહાસના વારસા સમી વેરાવળ - પાટણ સંયુકત નગરપાલિકા ૧૯ જાન્‍યુ.એ સાત દાયકાની સફર વળોટી ૭રમાં વર્ષમાં પ્રવેશશે.

ઇતિહાસ

વેરાવળમાં જુનાગઢ સ્‍ટેટ તરફથી તા.૧-૯-૧૯૩૪ના રોજ શહેર સુધરાઇ આપવામાં આવી. પરંતુ જેના પ્રમુખ તરીકે વેરાવળ પોર્ટ ઓફિસર બન્‍યા અને બાકીના સભ્‍યોની પણ સ્‍ટેટ તરફથી નિમણુંક કરવામાં આવી.

સને ૧૯૪૭માં દેશ સ્‍વાતંત્ર્ય થતાં જુનાગઢ રાજયનું ભારતીય સંઘ સાથે જોડાણ થતાં સને ૧૯પ૦માં વેરાવળને પ્રજાકીય શહેર સુધરાઇ આપવામાં આવી. જેમાં ચુંટણી ્‌દવારા સભ્‍યોની પસંદગી થતી તેના પ્રથમ પ્રમુખ તરીકે વકીલ હીરાચંદ કે ગાંધીએ તા.૧૯-૧-પ૦ના રોજ ચાર્જ સંભાળ્‍યો.

ત્‍યારે શહેરનો વિસ્‍તાર ૯.૦૬પ ચો. કિ.મી. હતો અને વસ્‍તી ૭પપર૦ સને ૧૯૭૧ વસ્‍તી ગણત્રી મુજબ હતી. જયારે ૧૮૯૧માં કુલ ૧પ્‍૩૩૯ હતી. જેમાં પુરૂષો ૭૭ર૬ અને મહિલા ૭૬૧૩ અને ૧૯૦૧માં કુલ વસ્‍તી ૧૬૬૭પ જયારે, ૧૯૧૧માં ૧પપ૬૩, ૧૯ર૧માં ૧૯૩૬પ, ૧૯૩૧માં રર૧૬૪, ૧૯૪૧માં ૩૦ર૭પ, ૧૯પ૧માં ૪૦૩૭૮, ૧૯૬૧માં ૪૬૯૩૦, ૧૯૬૧માં ૪૬૯૩૦, ૧૯૮૧ની ગણત્રી ૮૪૮૪૦ વસ્‍તી હાલ અંદાજે પોણા બે લાખ વસ્‍તી ૧૯૭૧માં પ્રભાસ - પાટણ નગરપાલિકાનું વેરાવળ સાથે જોડાણ થયુ અને વેરાવળ - પાટણ સંયુકત નગરપાલિકા બની - નગરપાલિકાના ઇતિહાસમાં તત્‍કાલીન ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્રપ્રસાદનું વેરાવળ ગાર્ડનમાં ગાર્ડન પાર્ટી આપી ખાસ સન્‍માન કરાયુ હતુ. પાલિકા અનેકવાર સુપરસીડ પણ થઇ છે અને વહીવટદાર શાસન પણ આવેલું છે. હાલ બોર્ડની મુદત પુરી થયેલ હોઇ નવા પ્રમુખ નિયુકિત સુધી વહીવટદાર શાસન છે. જે ૧૭મી વખત છે. અગાઉ ૧૬ વખત વહીવટદાર શાસન આવી ચુકેલ છે.

એક સમયે રાજયભરમાં નગરપાલિકા ચુંટણીઓમાં જયારે ભાજપનો કેસરીયો લહેરાયો હતો. ત્‍યારે એક માત્ર વેરાવળમાં જનજાગૃતિ મંચને તોતીંગ બહુમાળી મળી હતી જેનું આર્ય રાજયભરમાં થયુ હતું.

વીતેલા ઇતિહાસમાં પાલિકા ચુંટણીમાં કોઇને કોઇ વરસે એક જ પરિવારના પિતા - બે પુત્રો અને પુત્રવધુ ચુંટણીમાં વિજેતા બની પ્રમુખ - ઉપપ્રમુખ કે સભ્‍યપદ બિરાજી ચુકયા છે, નગરપાલિકા ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ૧૯૯૮માં ભાનુબેન કુહાડા ચુંટાઇ આવેલ હતાં.

ગાર્ડન - હિરણ - ર ડેમ પાણી સુવિધા - લાયબ્રેરી નગરપાલિકાની નવી કચેરી, જીમ્‍સખાના નગરપાલિકાની પુર્વ શાસકોની ભેટ છે. નવી ચુંટણીમાં વિજેતા થનાર માટે પ્રજાની ઘણી જ અપેક્ષા છે અને સમસ્‍યાઓ ઉકેલાય તેવી આશાઓ છે.

(1:26 pm IST)