Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ધોરાજી નજીક નાની પરબડી ગામે સિંહ યુગલે બળદનું મારણ કર્યું

ધોરાજી તા. ૧૮ : તાલુકાનાં તોરણીયા ગામ અને નાની પરબડી ગામની વચ્‍ચે આવેલ સિતમમાં વહેલી સવારે સિંહ દ્વારા બળદનું મારણ કરતાં ખેડૂતોને અને આજુબાજુના વિસ્‍તારમાં રહેતા લોકો માં ભય નો માહોલ જોવાં મળ્‍યો હતો ખેડૂતોને પોતાના ખેતરમાં ખેત કામ કે પાણી વાળવા માટે પણ સિંહ દ્વારા બળદનું મારણ કરતાં ખેડૂતોને ભય લાગી રહયો છે

ગ્રામજનોએ જણાવેલ કે એક સિંહ અને એક સિંહણ તથા નાનું સિંહનું બચ્‍ચુ જોવાં મળ્‍યું હતું અને ગરીબ ખેડૂતના ૫૦૦૦૦ હજારનો બળદનૂ મારણ કરતા ગરીબ ખેડુતનુ ખેતિકામ અધૂરૂ રહેલ અને સિંહ પરીવારને જોવા લોકો ઉમટી પડેલ હતા.

(12:31 pm IST)