Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ભાવનગર : વરલ ગામમાં મુકેશ વાળાની હત્યા

ટાણા ગામની હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા યુવકને છરીના ઘા ઝીંકીને અજાણ્યા શખ્સો નાશી છૂટયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૮ : ભાવનગરના વરલ ગામે રહેતા અને દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા યુવાનનું છરીના ઘા ઝીંકી ખુન કરાયાનો બનાવ બનવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે રહેતા અને બાજુના ટાણા ગામે ડો. દિપકભાઇ ભટ્ટીના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા મુકેશભાઇ સવજીભાઇ વાળા (ઉ.વ.૩૬) નામનો બાબર યુવાને તેના બાઇક નં. જીજે૨૭એફ-૮૧૫૭ લઇ વરલથી ટાણા ગામે નોકરીએ જતો હતો ત્યારે રસ્તામાં તેને આંતરી કોઇ અજાણ્યા શખ્સોએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટયા હતા. બનાવની જાણ થતાં સિહોર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે મૃતકના ભાઇ કાળુભાઇ સવજીભાઇ વાળાએ સિંહોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનના પત્ની ચાર વર્ષ પહેલા અવસાન પામ્યા છે અને તેને એક પુત્ર છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(12:10 pm IST)