Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

દ્વારકા જિલ્લામાં ૫,૩૦૯ મતદારો કમી થયા અને કુલ ૧૯,૧૮૮ મતદારોનો ઉમેરો થયો

ખંભાળિયા તા.૧૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. જિલ્લાના ૬૫૭ મતદાન મથકો પર બીએલઓ પાસે જઈ મોટી સંખ્‍યામાં લોકોએ મતદારયાદીમાં પોતાના નામ સરનામામાં ફેરફાર તેમજ નવયુવાન મતદારો પોતાના નામ ઉમેરવા કાર્યવાહી કરી હતી. માન. કલેક્‍ટર સાહેબ ના માર્ગદર્શન માં ટીમ દ્વારકા દ્વારા અત્‍યાર સુધીમાં અગાઉ થયેલા કાર્યક્રમોની સરખામણીએ જિલ્લામાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કુલ ૩૬,૬૭૫  ફોર્મસ મેળવવામાં આવેલા હતા જેમાં ૮૧-ખંભાળિયા માં ૧૦,૮૬૦ ફોર્મ તથા ૮૨-દ્વારકા માં ૧૩,૬૩૭ ફોર્મ નામ ઉમેરવા માટે કુલ ફોર્મ ૨૪,૪૯૭ મળેલ હતા. જયારે ૮૧-ખંભાળિયામાં ૧૮૩૭ અને ૮૨-દ્વારકામાં ૩૪૭૨ એમ કુલ ૫૩૦૯ ફોર્મ નામ કમી માટે મળેલ હતા. એનવીએસપી અને વોટરપોર્ટલ પર ૧૬૩૬ ફોર્મ ઓનલાઈન મળેલા હતા. ફોર્મ નં.૬ ના ૨૩,૮૧૬ ફોર્મસ મળેલ જે પૈકી ૧૮-૧૯ વયજૂથમાં ૧૦,૪૯૪ ફોર્મસ મળેલ. જે નવા મતદાર માટે મળેલ ફોર્મ નં.૬ના ૪૪્રુ થાય છે.

મતદારયાદી સુધારણા ઝુંબેશ અન્‍વયે મળેલ તમામ ફોર્મસના હક્ક-દવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને ચૂંટણી પંચ દ્વારા તા.૧૫ જાન્‍યુઆરી ૨૦૨૧ના રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્‍ધિ કરવામાં આવેલ. જેમાં કુલ ૨૪,૪૯૭ મતદારોનો ઉમેરો થયેલ અને ૫,૩૦૯ મતદારો કમી થયેલ આમ, જિલ્લામાં કુલ ૧૯,૧૮૮ મતદારોનો ઉમેરો થયેલ છે. જેમાં ૮૧-ખંભાળિયામાં ૯૦૨૩ અબે ૮૨-દ્વારકામાં ૧૦,૧૬૫ મતદારોનો ઉમેરો થયેલ છે, નવા નોંધાયેલ યુવા મતદારો આગામી સ્‍થાનિક સ્‍વરાજય સંસ્‍થાઓની ચૂંટણીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

જિલ્લામાં માહે સપ્‍ટેમ્‍બર-૨૦૨૦ દરમિયાન થયેલ પીડબલ્‍યુડી ફલેગીંગ કામગીરીની સમિક્ષામાં કુલ ૯૧૦૭ માંથી દિવ્‍યાંગ મતદારોની મતદારયાદીમાં નોંધણી(ફલેગિંગ) ૩૧૦૨ થયેલ છે જે ફલેગિંગની કામગીરી ૩૪્રુ જેટલી થયેલ હતી ત્‍યારબાદ ઝુંબેશ રૂપે કામગીરી કરતા ૬૨૮૩ જેટલા પીડબલ્‍યુડી ફલેગીંગ કરી ૭૦%જેટલી કામગીરી પૂર્ણ કરેલ છે. જિલ્લાના તમામ બીએલઓશ્રી, સુપરવાઈઝરશ્રી, નાયબ મામલતદારશ્રી અને ૪ તાલુકા મામલતદારશ્રી, ૨ પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લાની ચૂંટણી શાખા ની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

(11:02 am IST)