Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાના ભગીરથ કાર્યને ૨૦૨૨ સુધીમાં પરિપુર્ણ કરાશે

ધ્રાંગધ્રાના સોલડી ખાતે કિશાન સુર્યોદય યોજનાનો બીજા તબકકાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

વઢવાણ તા.૧૮ : ᅠ ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ખાતેથી સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષશ્રી આઇ.કે.જાડેજાએ કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરાવ્‍યો હતો.

આ પ્રસંગે અધ્‍યક્ષશ્રીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્‍યું હતું કે,ᅠ૨૦૨૨ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાના ભગીરથ કાર્યને પરિપૂર્ણ કરાશે. નર્મદાના નીરᅠᅠરાજય સરકારેᅠᅠછેવાડાના માનવી સુધી ઉપલબ્‍ધ બનાવ્‍યા છે. આ નર્મદા યોજનાના માધ્‍યમથી રણકાંઠાના ગામોમાં પાક ઉત્‍પાદન નહોતું થતું ત્‍યાં આજે સારા પ્રમાણમાં ઉત્‍પાદન થવા લાગ્‍યું છે અને ખેડૂતો સીઝન દરમિયાન બે પાકની જગ્‍યાએ ત્રણથી ચાર પાક લેતા થયા છે.

રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં ૫૮ હજારથી વધુ ખેડૂતોને કૃષિવિષયક વીજ જોડાણો આપવામાં આવ્‍યા છે. વીજ જોડાણ માટે માંગણી કર્યાના ૧૫થી ૩૦ દિવસમાં વીજ જોડાણ મળી જાય તેવી વ્‍યવસ્‍થા રાજય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે.

અધ્‍યક્ષશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઙ્કખેતી સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ બનશેઙ્ઘᅠઆ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં રાજય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.

આ પ્રસંગે ધારાસભ્‍યશ્રી પરસોત્તમભાઈ સાબરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્‍યું હતું કે,ᅠખેડૂતોની છેલ્લા દ્યણા સમયથી દિવસે વીજળી આપવાની રજૂઆત હતી આ રજૂઆતને ધ્‍યાને લઇ રાજય સરકારે કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. આ યોજના થકી ખેડૂતોને હવે અનેક મુશ્‍કેલીઓમાંથી છુટકારો મળશે.

આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી જગદીશભાઈ મકવાણા,ᅠહસુભાઈ પટેલ,ᅠઆઈ.જી. પરમાર,ᅠકલ્‍પનાબેન, અનિલભાઈ,ᅠકિરીટસિહ,મહેશભાઈ ટાંક,ᅠભરતભાઈ ગજ્જર અને રામદેવસિંહ સહિત મોટી સંખ્‍યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:15 pm IST)