Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કેશોદમાં ડો.કથિરીયાને પ્રથમ કોરોના વેકસીન અપાઇ

કેશોદ : કેન્‍દ્રસરકારે જારી કરેલ આદેશના અનુસંધાને સરકારી હોસ્‍પિટલ ખાતે કોરોના વેકસીન રસીની માહિતી આપેલ જેમાં ડો.વિરડીયાએ જણાવેલ કે રસીનો ડોઝ લીધા બાદ સરકારી ગાઇડ લાઇન મુજબ માસ્‍ક પહેરવું, સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવુ, હેન્‍ડવોશ કરવાની કાળજી રાખવાની રહેશે. જાણકારી આપ્‍યા બાદ ઉપસ્‍થિત ધારાસભ્‍ય દેવાભાઇ અને અન્‍ય મહાનુભાવોના હસ્‍તે દિપપ્રાગટય કરી વેકસીન રસીનો રંગેચંગે પ્રારંભ કરાયો હતો. વેકસીન રસીનો પ્રથમ ડોઝ ઇન્‍ડીયન મેડીકલ એશો. કેશોદના પ્રમુખ ડો.કથીરીયાને આપી વેકસીન રસીનો શુભારંભ કરાયો હતો. ત્‍યારબાદ સરકારી હોસ્‍પિટલના ડો.ભીમાણી, ડો.વિરડીયા, ડો.જોશી અને શહેરના ડો.સ્‍નેહલ તન્ના સહિતના ડોકટરોએ વેકસીન રસીનો ડોઝ લીધો હતો. પ્રથમ દિવસે ૧૦૦ વ્‍યકિતઓને ડોઝ આપ્‍યાનુ મેડીકલ ઓફીસરે જણાવેલ. કોરોના વેકસીન આપવામાં આવી તે તસ્‍વીર.(તસ્‍વીર - અહેવાલ : કિશોરભાઇ દેવાણી, કેશોદ)

 

(12:14 pm IST)