Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જસદણ તાલુકાના ૨૦ ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો શિવરાજપૂર ખાતેથી શુભારંભ

રાજકોટ તા.૧૮ : ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ અને પાણી પુરવઠા - પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સન આલફ્રેન્‍સ્‍ટન સ્‍કૂલ ખાતે કિસાન સુર્યોદય યોજનાᅠઅન્‍વયે ખેતીવાડી વપરાશ માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાના પ્રકલ્‍પનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે કહ્યું હતું કે રાજય સરકારᅠ રાજયના સર્વાગી વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે. જેના કારણે ગામડાઓ બેઠા થઈ શક્‍યા છે.ᅠᅠ

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રીશ્રીના મજબુત નેતૃત્‍વ હેઠળ રાજય સરકારᅠ સતત ગામડાનો, ખેડુતો, ગરીબોની ચિંતા કરે છે ને એમના લાભાર્થે વિવિધ યોજના અમલી બનાવી છે.

રાજય સરકારે સૌરાષ્ટ્રમાં વિજળીના ઉત્‍પાદન માટે કારખાના શરૂ કર્યા, જેથી ગુણવત્તાયુકત વિજળી લોકોને ૨૪ કલાક મળતી થઈ. ખેડૂતોને છૂટથી વિજ કનેકશન આપવામાં આવ્‍યા, હવે ખેતીવાડીમાં દિવસે વિજળી મળે તે માટે પણ કામ શરૂ કર્યું. આમ આ બધા માટે રાજય સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. તેમ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે કહ્યું હતું.

મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે વધુમાં કહ્યું હતું કે કિસાન સુર્યોદય યોજના થકી ખેડૂતોને રાતના ઉજાગરા બન્‍ધ થશે, હવે ખેડૂતોને દિવસે પણ વિજળી મળશે.ᅠજસદણ તાલુકાના ૨૦ ગામોના ખેડૂતોને કિસાન સુર્યોદય યોજનાનો લાભ મળશે .

આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કેᅠકિસાન સુર્યોદય યોજનાથી ખેડૂતો-પશુપાલકોનું જીવન સુરક્ષિત અને સમૃધ્‍ધ બનાવવા રાજય સરકાર પ્રયત્‍નશીલ છે. સમગ્ર રાજયમાં તબક્કાવાર ખેડૂતોના લાભાર્થે ખેતીવાડીમાં દિવસે પણ વીજળી મળવાનું શરૂ થઈ રહ્યું છે. વિછિયા તાલુકામાં પણ આ યોજનાનો પ્રારંભ અઠવાડિયા પહેલા થઈ ચુકયો છેᅠ

 તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇએ ગુજરાતમાં ગામડાઓને પણ ૨૪ કલાક વીજળી જયોતીરગ્રામ યોજનાથી આપવાનું શરૂ કર્યું હતું.ᅠ વિશ્વનો સૌથી મોટો રિન્‍યુએબલ એનર્જીનો મહત્‍વનો પ્‍લાન્‍ટ પણ કચ્‍છમાં આકાર લઇ રહ્યો છે. જેમાંથી પવન અને સૂર્ય આધારીત ૩૦ હજાર મેગા વોટ વિજળીનું ઉત્‍પાદન કરી શકાશે. હવે કિશાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોને દિવસે વીજળી આપશે. જેથી ખેડુતોની મુશ્‍કેલીઓ દૂર થશે. તેમᅠ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું.ᅠ

જળ સંચય વિભાગના અધ્‍યક્ષ ડો.ભરતભાઇ બોધરાએ કહ્યું હતું કે, રાજય સરકારે ઉર્જા ક્ષેત્રે અનેક ક્રાંતિ આવે તેવા નિર્ણયો કર્યા છે.

આ તકે જેટકોના કાર્યપાલક ઈજનેરશ્રી આર.એમ.રાઠોડે સ્‍વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી રાજવી સત્‍યજીતકુમાર ખાચર,ᅠ ᅠમનસુખભાઇ રામાણી, મનસુખભાઇ ડામસીયા, અધિક્ષક એસ.વી. સેલાણી, પીજીવીસીએના અધિક્ષક ઇજનેર બી.પી.જોશી, કાર્યપાલક ઈજનેર એસ. જી. દતાણી, સરપંચો, ખેડૂતો વગેરે ઉપસ્‍થિત રહ્યાં હતાં.(૪૫.૧૧)

(10:48 am IST)