Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

મોરબીમાં મધ્યમવર્ગની રવિવારી બજાર સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી ધમધમી ઉઠી

નાના-મોટા ધંધાર્થીઓ અને ગ્રાહકોમાં જાગૃતિ

મોરબી શહેર જિલ્લામાં કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના પગલારૂપે રાહદારીઓ વાહનચાલકો મોટાભાગે સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને મોટાભાગે કરતા હોય છે ત્યારે તાજેતરમાં કોરોનાવાયરસ અંતર્ગત મોટી ભાર ભીડ વાળા વિસ્તાર અને ગીરદી થતી હોય તેવી બજારો મા સતત સરકારી બાબુઓની બાજનજર હોય એમ મોરબી ખાતે રવિવારી ગુજરી બજારમાં નાના-મોટા ધંધાર્થીઓ અને ગ્રાહકોમાં જાગૃતિ આવી હોય તેમ વેપારીઓને ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને ચડ્યા છે જે હાલ મોરબી શહેર જિલ્લામાં ધીરેધીરે ધંધા-વેપાર વિકાસ લક્ષી તરફ વરાણાક લઈ રહ્યા હોય તેમ રવિવારી બજાર ધમધમી ઉઠી હોય તેમ તસવીરમાં નજરે પડે છે

(8:10 pm IST)