Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

રાજ્યના ખૂણે - ખૂણેથી માલધારીઓનું જૂનાગઢ તરફ પ્રયાણ

એસપીએ માલધારી અને રબારી સમાજના લોકોને રોકવા કરી અપીલ : જિલ્લાની પોલીસ અને શહેર પોલીસ કમિશ્ર્નરને લખ્યો પત્ર

જુનાગઢના એસપીએ અન્ય જિલ્લાની પોલીસ અને શહેર પોલીસ કમીશનર એક પત્ર લખ્યો છે. જેમા તેમણે જૂનાગઢમાં આવી રહેલા માલધારી અને રબારી સમાજના લોકોને રોકવા માટે અપીલ કરી છે. જિલ્લામાં માલધારી સમાજના આધેડે આપઘાત કરતા મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો જૂનાગઢ આવી રહ્યા છે. અને આપઘાત કરવા પાછળનું કારણ એ હતું કે તેમના પુત્રો સાથે એલ.આર.ડીની પરિક્ષામાં આન્યાય થયો હતો.

   આ મામલે માલધારી અને રબારી સમાજના 1500 જેટલા લોકો આગેવાનો સહિત હોસ્પિટલમાં પી.એમ રૂમની બહાર બેઠા છે. અને તેઓ જ્યા સુધી ન્યાય ન મળે તે ત્યા સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે.અને હજુ આ મામલે અન્ય જીલ્લામાંથી માલધારી અને રબારી સમાજના લોકો જૂનાગઢ આવે તેવી સ્થીતી સર્જાઈ છે. જેથી જુનાગઢ એસપીએ અન્ય જિલ્લાના પોલીસકર્મી અને પોલીસ કમીશનરને પત્ર લખીને જણાવ્યું કે માલધારી સામજ અને રબારી સમાજના લોકોને જૂનાગઢ આવતા રોકવા પડશે.

(2:03 pm IST)