Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મોરબીમાં એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આગમાં વેપારીનું મોત

આગમાં વેપારી અશોકનું મોતઃ પત્નીનો બચાવઃ દશેરાએ જ ધોડુ ન દોડયુની કહેવત મુજબ ફાયર ચાલુ જ ન થયુ! ફાયર વિભાગેને અપુરતા સાધનોને કારણે લોકોનો રોષનો ભોગ બનવું પડે છે

તસ્વીરમાં જ્યાં આગ લાગી તે એપાર્ટમેન્ટ અને બીજી તસ્વીરમાં ઘટના સ્થળે ટોળા નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

મોરબી,તા.૧૮: મોરબીના વાવડી રોડ પર આવેલ રહેણાંક એપાર્ટમેન્ટમાં આગ લાગતા વેપારીઅું મોત થયું હતું. ટીમ ધટના સ્થળે પહોચી હતી.પરંતુ ખામી સર્જાતા સ્થાનિક રોષે ભરાયા હતા.

મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્કમાં સાહેબ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી જો કે આગની જાણ થતા સ્થાનિકો એકઠા થયા હતા અને ફાયરની ટીમે જાણ કરવામાં આવી હતી તો ફાયરની ટીમ ધટના સ્થળે પહોચી તો હતી પરંતુ પાણીનો પંપ ચાલુ થઇ શકયો ન હતો અને આગ પર પાણીનું મારો ચલાવવા માટે બીજું ફાયર બોલાવવું પડ્યું હતી તો વહેલી સવારના મકાનના ત્રીજા માળે આગ લગતા તેમાં રહેતા બે વ્યકિતમાંથી અશોકભાઈઙ્ગ ભગીરથ નામના વય્કિતનું મૃત્યુ નીપજયું હતું તેના પત્ની સમયસુચકાતાથી બહાર નીકળી જતા તેનો આબદ બચાવ થયો હતો.તો મૃતકને કરીયાણાની દુકાન હોવાનું જાણવા મળ્યું છે.ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને ધટનાની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસ, ૧૦૮ઙ્ગ ની ટીમ દોડી આવીઙ્ગ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.ધટનાની જાણ થતા મોરબી નગરપાલિકાના સદસ્ય ભરતભાઈ જારીયાને થતા ફાયરની ટીમને જાણ કરી સ્થળ પર રવાના કરી હતી જો કે ત્યાં પહોચી ફાયર ચાલુ ન થતા ફાયર વિભાગની ધોર બેદરકારી સામે આવી છે.તેમજ મોરબી એ ઔધોગિક નગરી તરીકે વિકાસ પામ્યું છે છતાં પણ મોરબી ફાયરની જરૂરી સુવિધાથી વંચિત જોવા મળી રહ્યું છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ફાયરની જોઈતી સુવિધા મોરબીને આપવામાં આવી નથી તો ફાયરની ટીમ અપૂરતા સાધનો વડે કામગીરી કરતી હોય છે જેથી અપૂરતા સાધનોના કારણે સ્થાનિકોના રોષનો ભોગ બનવું છે.

(1:14 pm IST)