Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મોરબી પોલીસનું ગૌરવ વધારનાર ચાર પોલીસ કર્મચારીઓના સન્માન

મોરબી તા. ૧૮ : મહિલા પોલીસ કર્મચારી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેમજ બે પોલીસ કર્મચારીઓએ રાષ્ટ્રપતિ સમારોહની પરેડમાં ભાગ લઈને પોલીસનું ગૌરવ વધાર્યું હોય તે ઉપરાંત સફાઈ કર્મચારીની દીકરી લોકરક્ષકમાં ભરતી થતા તમામ ચાર પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા.

મહિલા પોલીસ કર્મચારી ભૂમિકાબેન ભૂત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા, મેરેથોન સહિતની સ્પર્ધાઓમાં રાજય અને રાષ્ટ્રીય સ્તરે ચમકી ચુકયા હોય અને મેડલ જીતીને પોલીસનું ગૌરવ વધાર્યું છે. જયારે મોરબી પોલીસને ક્રિપાલસિંહ અને ઉપેન્દ્રસિંહ નામના પોલીસ કર્મચારીઓ રાષ્ટ્રપતિ દ્વારા પોલીસને નિશાન મળ્યું તે સમારોહમાં સામેલ થઈને પરેડમાં જોડાયા હતા. જયારે મોરબી પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીની દીકરી સોનલબેન સાગઠીયા લોક રક્ષકમાં ભરતી થતા ચારેય પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયું હતું. મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા સન્માન કરાયું હતું.

(1:14 pm IST)