Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સૈનિક સ્કૂલ બાલાચડીમાં ફૂડ કાર્નિવલ અને પતંગોત્સવ

જામનગર : તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં મકરસંક્રાંતીની ઉજવણી આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવી હતી. આ પ્રસંગે પતંગોત્સવ અને ફૂટ કાર્નિવલનું આયોજન સ્કૂલ એથ્લેટિક મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ ઉત્સવની શરૂઆત સ્કૂલના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દરસિંહે પતંગ ઉડાળી કરી હતી. ત્યારેબાદ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ દ્વારા પતંગો ઉડાળી આકાશને રંગબેરંગી સુશોભિત કરી દીધું હતું. બાલાચડીયનો માટે આ એક યાદગાર ઘટના હતી કારણ કે એકસાથે મળી બધાએ પતંગીબાજી અને ફૂડ કાર્નિવલનો આનંદ લીધો હતો. ફૂડ કાર્નિવલ દરમિયાન વિભિન્ન ખાદ્ય સામગ્રી પીરસવામાં આવી હતી અને વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સરદાર પટેલ હાઉસના 'પટેલ ઝાયકા'ને શ્રેષ્ઠ સ્ટોલ અને શિવાજી હાઉસની શ્નમરાઠા ફાયરિંગ રેન્જલૃને શ્રેષ્ઠ રમતનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

(1:07 pm IST)