Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સાવરકુંડલામાં રાત્રીના સમયે કાર ચાલકને માર મારી રૂ.૧ર૦૦૦ લુંટી લીધા

પોલીસ ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન

સાવરકુંડલા તા.૧૭ : ગઇકાલે રાત્રીને એક યુવાનને ત્રણ શખ્સો દ્વાર માર મારી રૂ.૧ર૦૦૦ ખીસ્સામાંથી કાઢી લીધાનો બનાવ બન્યાની ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ફરીયાદી હાર્દિક અશ્વિનભાઇ માલાણી રાત્રીના અગિયાર વાગ્યે પોતાની ફોર વ્હીલ ગાડી લઇ જતા હતા તે દરમિયાન આરોપી નજમુ હસન અકરમ અને એક અજાણ્યો શખ્સએ ફોર વ્હીલ ગાડી ઉભી રખાવી બિભત્સ ગાળો આપી બેજ બોલના ધોકા હોકી વતી શરીરમાં મુઢ ઘા માર મારી ખીસ્સામાંથી રૂ.૧ર૦૦૦ તથા એટીએમ કાર્ડ કાઢી લઇ ફોર વ્હીલને ધોકા વડે ગાડીના કાચ તોડી નુકસાન કરી ગુનો કરવા એક બીજાએ મદદગારી કરી તે બાબતની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે સીટી પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

(1:06 pm IST)