Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

લીલીયા રોડ પર એસ. ટી. બસે બાઇક ચાલકને હડફેટે લેતા ચાલકનું મોત

દંપતિ ખંડીતઃ પત્નિને ગંભીર ઇજાઃ ૩ પુત્રો બન્યા પિતા વિહોણા

અમરેલી તા. ૧૮ :.. લીલીયાના કૃષ્ણ ટ્રેલરવાળા દરજી બાબુભાઇ નટુભાઇ ગોહીલ તથા તેના પત્નિ શોભાબેન બાઇક પર લીલીયાથી સલડી પાણીઢોળના કામ અર્થે જતા હોય એસ. ટી. બસ હડફેટે બાઇક ચડી જતા ઘટના સ્થળે જ બાઇક ચાલક બાબુભાઇનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે ૯.૪પ વાગ્યાના સુમારે અમરેલીથી લીલીયા આવતી એસ. ટી. બસ નં. જી.જે. ૧૮ વાય. ૭૭રર ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી બાઇકને હડફેટે લીધેલ જેમાં બાઇક ચાલકના પત્નિ શોભાબેનને ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. બાબુભાઇનું અવસાન થતા ત્રણ પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતક બાબુભાઇનું પીએમ અમરેલી સીવીલ હોસ્પિટલમાં કરવામાં આવેલ વધુ તપાસ લીલીયા પોલીસે હાથ ધરી છે.

(1:06 pm IST)