Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સાવરકુંડલાના વોર્ડનં.૬માં કાર્યકર દ્વારા સફાઇ ઝુંબેશ

સાવરકુંડલા તા.૧૮ : સાવરકુંડલા એનએસયુઆઇના કાર્યકર આદિલ ચૌહાણની રજૂઆતને ધ્યાને લઇ ન.પા.ના સતાધિશોએ સાફસફાઇની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ખુશી વ્યાપી જવા પામેલ હતી.

વોર્ડનં.૬માં બિડીકામદાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલાઓ ગંદા પાણીના ખાબોચીયાઓ વગેરે સફાઇને લગતી કામગીરી કરાવા સ્થાનિક બીડી કામદારના યુવા આગેવાન અને એનએસયુઆઇના કાર્યકર આદિલ ચૌહાણે પાલિકા પ્રમુખ વિપુલભાઇ ઉનાવાને અસરકારક રજૂઆત કરતા પાલીકા પ્રમુખે તાત્કાલીક જીસીબી સાધન સામગ્રી મોકલી બિડીકામદાર  વિસ્તારમાંથી ગંદવાડી દૂર કરી ચોખુ ચણાટ બિડીકામદાર વિસ્તાર થઇ જતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

(11:43 am IST)