Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ત્રણ વરસથી ઉમરાળા તથા રાજકોટ ગ્રામ્યના જસદણ પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ સગીર ઝડપાયો

ભાવનગર,તા.૧૮:  રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના ભાગરૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર ના માર્ગદર્શન અને સુચનાથી બાતમી આધારે (૧) ઉમરાળા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૩૩/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ વિ. (૨) રાજકોટ ગ્રામ્ય, જસદણ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ વિ. મુજબના ગુન્હાના કામના કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને શ્રીનાથગઢ ગામ, તા.ગોંડલ ખાતેથી ઝડપી પાડી બાળ કિશોર વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરી ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રભાઇ મકવાણા તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા સોહીલભાઇ ચોકીયા તથા જયેશભાઇ ધાંધલ તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.

(11:43 am IST)