Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

કોટડાસાંગાણીના નાનામાંડવામાં વાડી પાસે હલણ બાબતે વિનોદભાઇ ઠુમ્મર પર હુમલો

'અહીથી શું કામ ગાડુ લઇને નિકળે છે' કહી ... અજા ભરવાડે લાકડી-પથ્થર વડે પટેલ યુવાનને મારમાર્યો : ફરિયાદની તજવીજ

રાજકોટ તા. ૧૮: કોટડા સાંગાણીના નાના માંડવા પાસે વાડી પાસે હલણ બાબતે ભરવાડ શખ્સે ઝઘડો કરી પટેલ યુવાનને પથ્થર તથા લાકડી વડે મારમારતા પટેલ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. 

મળતી વિગત મુજબ નાના માંડવા ગામમાં રહેતા વિોદભાઇ બુચુભાઇ ઠુમ્મર (ઉ.વ.૪૫) ગઇકાલે પત્ની સાથે  પોતાની વાડીએ ગાડામાં બેસીને ઘરે આવતા હતા ત્યારે બાજુમાં વાડી ધરાવતા  અજા ભરવાડે ગાડુ ઉભુ રખાવી 'અહીથી શુ કામ ગાડુ લઇને નિકળે છે' તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદ તેણે  ઉશ્કેરાઇને વિનોદભાઇને પથ્થર તથા લાકડી વડે મારમાર્યો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા  અજા ભરવાડ નાસી ગયો હતો. અને વિનોદભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ  હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકી ઈન્ચાર્જે કોટડા સાંગાણી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)