Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

જસદણના સેવ બાર્ડ ગ્રુપ દ્વારા ઉતરાયણના દિવસે પક્ષીઓની સારવારનો સેવા યજ્ઞ

જસદણ,તા. ૧૭: મકરસંક્રાતિ દિવસે ઘાયલ પક્ષીઓ માટેઙ્ગ સારવાર કેમ્પ આયોજન સેવ બર્ડસ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.

સેવ બર્ડસ ગ્રુપ જસદણના સભ્યો દ્વારા ઉત્ત્।રાયણના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલ જુદા-જુદા બે કબૂતર તેમજ કોયલ સહિતના વિવિધ પક્ષીઓની સારવાર કરીને ઉડતા કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સેવ બાર્ડ ગ્રુપના સચીનભાઈ ભટ્ટ, દર્શનભાઈ ઝિંઝુવાડીયા, વિજયભાઇ રાઠોડ, રવિભાઈ જીવાણી, નિલેશભાઈ દુધરેજીયા, લાલભાઈ સહિતના સભ્યો દ્વારા વિનામૂલ્યે ચકલીના માળાઓનું વિતરણ, વૃક્ષારોપણ સહિતના વિવિધ પર્યાવરણ લક્ષી કાર્યક્રમો અવાર નવાર યોજવામાં આવે છે.

(11:42 am IST)