Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ભાવનગરના વેજોદરી ગામમાં સિંહે ઘોડીનું મારણ કર્યુ

ભાવનગર તા. ૧૮: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાં રહેતા સોહેલભાઇ મખુભાઇની માલિકીની  ઘોડીનું ગત રાત્રીના સમયે મારણ કરતા ફોરેસ્ટ વિભાગના દશરથસિંહ વાઘેલા  સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરતા તેમણે આ ઘટનાને સમર્થન આપ્યુ હતુ. આ બનાવથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

(11:39 am IST)