Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

માળીયા મિંયાણા પાસે ખાનગી બસ પલ્ટી ખાઇ જતા ૨૦થી વધુ મુસાફરોને ઇજા

તસ્વીરમાં પલ્ટી ખાઇ ગયેલ બસ નજરે પડે છે (તસ્વીરઃ રજાક બુખારી. માળીયામિંયાણા)

માળીયામિંયાણા ,તા.૧૮: માળીયામિંયાણા નજીક સુરજબારીના પુલ પાસે કચ્છ તરફથી આવી રહેલી પેસેન્જરો ભરેલી એક ખાનગી બસ અચાનક પલ્ટી મારી જતા આ અકસ્માતમાં ખાનગી બસમાં બેઠેલા ૨૦થી વધુ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે દ્યટનાસ્થળે દોડી જઈને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા

કચ્છ તરફથી મુસાફરો ભરેલી એક ખાનગી બસ માળીયા તરફ આવી રહી હતી તે દરમિયાનઙ્ગ ખાનગી બસના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા સુરજબારીના પુલ પાસે મુસાફરો ભરેલી ખાનગી બસ ઓચિંતા સુરજબારીના પુલ પાસે પલ્ટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા ૨૦થી વધુ લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી આ બનાવની જાણ થતાં માળીયા ૧૦૮ એમ્બ્યુલન્સ તાકીદે દ્યટનાસ્થળે દોડી ગઈ હતી જો કે ઇજાગ્રસ્ત લોકો વધુ હોવાથી જેતપર અને મોરબીની તથા નેશનલ હાઇવે પરની ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી અને આ ૧૦૮ મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાઙ્ગ અમીનાબેન દાઉદભાઈ સમીર દાઉદભાઈ સપુરા ઈશાક સાપરા જન્નત ગુલામ કુરબાઈ સીદીકભાઈ અને શહેનાઝબેન સહીતના ૨૦થી વધુને ઈજાઓ પહોંચી હતી

(11:38 am IST)