Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ટંકારામાં ૨૫ મીએ વિજ્ઞાન જાથા અને આર્ય સમાજ દ્વારા સન્માન સમારોહ

ડી. જી. પી. ડો. મલ્લ તેમજ ગેરમાન્યતા ખંડન અને પર્દાફાશની શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કરાશે

રાજકોટ તા. ૧૮ : ભારત જન વિજ્ઞાન જાથા તથા ટંકારા આર્ય સમાજ અને આર્ય વિદ્યાલયના સંયુકત ઉપક્રમે રાજયમાં કાળી ચૌદશે ગેરમાન્યતા ખંડન કાર્યક્રમોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા તથા પર્દાફાશની કામગીરીમાં મદદરૂપ થનાર પોલીસ કર્મીઓ અને રાજયના વિશિષ્ઠ વ્યકિતઓનો સન્માન સમારોહ તા. ૨૫ ના શનિવારે સવારે ૧૧.૩૦  વાગ્યે યોજેલ છે.

દયાનંદ સરસ્વતી હોલ, આર્ય વિદ્યાલયમ, ટંકારા ખાતે યોજાયેલ આ સમારોહમાં રાજયના એડી. ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ડો. વિનોદ કુમાર મલ્લનું પણ સન્માન કરાશે.

ઉપરાંત આર્ય વિદ્યાલયમના ભગવાનજીભાઇ ભીમાણી, મનીષભાઇ કોરીંગા, દેવજીભાઇ પડસુંબીયા, હસમુખરાય બારીયા, રજનીભાઇ મરસાણીયા, ઢાંકના પૃથ્વીસિંહ ચુડાસમા, રાજકોટના ચંદ્રકાંતભાઇ મંડિર, મોરબીના રૂચિર કારીઆ, ખરોડના ભરતભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, વિજાપુરના ધીરજકુમાર ચૌહાણ, પીપળીના અલ્પેશ કોઠીયા, અંજારના એસ. એમ. બાવા, વલસાડના કાર્તિક બાવીસી, સુરતના મગનભાઇ પટેલ, ઉપલેટાના વિનોજ વામજા, પ્રો. ડો. યશવંતભાઇ ગોસ્વામી, પ્રો. ડો. શાંતિભાઇ રાબડીયા, પ્રો. ડો. ઇરોઝ વાઝા, ભાવનગરના દધીચી મહેતા તેમજ પર્દાફાશમાં શ્રેષ્ઠ કામગગીર કરનારા કર્મચારીઓનું પણ સન્માન કરાશે. તેમ જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(11:37 am IST)