Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ચોટીલામાં તસ્કરોનો હાથફેરો

બે રૂમ બહારથી બંધ કરી ત્રીજા રૂમને નિશાન બનાવી નિંદ્રાધીન પરિવારની હાજરીમાં એક લાખથી વધુની ચોરી

ચોટીલા તા. ૧૮ : બે દિવસ પહેલા ચારેક જેટલા પડછદ તસ્કરોની ટોળી ચોટીલા શહેરને ધમરોળવા આવેલ જેમા આંબલી ચોકમાં સોનીની દુકાન તોડી રહેલ પરંતુ યુવાનની જાગૃતતાને કારણે ખાતર પાડવાનું પડતુ મૂકી ચાલતી પકડેલ હતી અને આજ દિવસે હાઇવે ઉપરનાં છેવાડાના ચામુંડાનગરમાં કેટલાક રહેણાક મકાનને નિશાન બનાવવામાં તસ્કર ટોળી સફળ રહેલ છે પોલીસ દફતરે ચોરીનો ભોગ બનેલ કોળી પરિવારે ગૂનો નોંધાવેલ છે

ચામુંડા નગરમાં રહેતા હરજીભાઇ સાતાભાઇ મકવાણા નાં ઘરે અલગ અલગ ત્રણ રૂમોઆવેલ છે પરિવારનાં સભ્યો રૂમની અંદર સુતા હતા જેમા બે રૂમ અંદર થી બંધ હતા જેઓને બહાર થી બંધ કરી ખુલ્લા રૂમમાં પરિવારજન સુતો રહેલ અને તસ્કરોએ લોખંડની તિજોરી તોડી સોના ચાંદીનાં દાગીના તથા રોકડ મળી રૂ. ૧.૦૬.૦૦૦ની ચોરી કરેલ હતી.

ચોટીલામાં તસ્કરોની રંઝાડ વધે તે પહેલા નાઇટ પેટ્રોલીંગ અને સઘન બંદોબસ્ત ગોઠવી લોકોમાં ફેલાયેલ ફફડાટ નાથવા માટે કાર્યવાહી પોલીસ વિભાગે કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(11:35 am IST)