Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ગિરનાર બન્યો 'હિમાલય' ૧.પ ડીગ્રીઃ કાતિલ ઠંડી સર્જે છે વિક્રમ

નલીયા ૩.૮, જામનગર પ.૮, જુનાગઢ ૬.૧, રાજકોટ-કેશોદ- ૭.૪, પોરબંદર-૭.૬, અમરેલી ૮.૪, ભુજ ૮.૮, સુરેન્દ્રનગર ૯.૮ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે ત્યારે અને જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત હિમાલય બની ગયો છે અને અહી લઘુતમ તાપમાન ૧.પ ડીગ્રી નોધાયું છે. જેના કારણે પ્રવાસીઓ અને જૂનાગઢના શહેરીજનો ઠુંઠવાઇ ગયા છે.

આ ઉપરાંત કચ્છના નલીયામાં ૩.૮ ડીગ્રી, જામનગર પ.૮, જુનાગઢ ૬.૧, રાજકોટ - કેશોદ ૭.૪, પોરબંદર ૭.૬, અમરેલી ૮.૪, ભુજ ૮.૮, ડીસા ૯.૦, ગાંધીનગર ૯.ર, દિવ ૯.પ, સુરેન્દ્રનગર ૯.૮, મહુવા-સુરત ૯.૯, વલ્લભ વિદ્યાનગર ૧૦.ર, અમદાવાદ ૧૦.૪, વડોદરા - ભાવનગર ૧૧.૪, ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જૂનાગઢ : આજે ઠંડીમાં ધરખમ વધારો થતા ગીરનાર પર્વત ૧.પ ડીગ્રી કાંતિલ ઠંડીથી ઠરીને ઠીકરૂ થઇ ગયો હતો. જૂનાગઢમાં ૬.પ ડીગ્રી તાપમાન થી તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.

ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૮.૮ ડીગ્રી નોંધાયા બાદ આજે પારો ગગડીને ૬.પ ડીગ્રીએ સ્થિર થતાં સમગ્ર સોરઠ વિસ્તારમાં કાશ્મીર જેવુ વાતાવરણ છવાય ગયુ હતું.

આજની ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ર ટકા રહેતા ઠંડીએ લોકોને વધુ ધ્રુજાવ્યા હતાં.

જૂનાગઢનાં ગિરનાર ખાતે આજનું તાપમાન ૧.પ ડીગ્રી  રહેલ છે.

મોસમનું સૌથી ઓછામાં ઓછુ ૧.પ ડીગ્રી તાપમાન રહેતા ગિરનાર પર્વત ખાતે હિમાલય જેવી સ્થિતીની અનુભુતિ થઇ હતી.

આજની હાડ થીજાવતી ઠંડીને લઇ ગીરનાર જંગલના વન્ય જીવો પણ ધ્રુજી ઉઠયા હતાં. પ્રવાસીઓ વધુ મુશ્કેલીમાં મુકાય ગયા હતાં.

ગીરનાર ખાતેનાં જળ સ્ત્રોતો બર્ફીલા બની ગયા હતું. સવારે પવન પાંચ કિ.મી.ની ઝડપે ફુંકાતા વાતાવરણ વધુ બર્ફીલુ બની ગયુ હતું.

જામનગર

જામનગર : આજનું હવામાન રર મહત્તમ, પ.૮ લઘુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩.૭ પ્રતિ કલાક પવની ગતિ રહી હતી. (પ-૧૭)

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ગિરનાર પર્વત

૧.પ ડિગ્રી

નલીયા

૩.૮ ,,

જામનગર

પ.૮ ,,

રાજકોટ

૮.૦ ,,

કેશોદ

૮.૪ ,,

ભુજ

૯.૦ ,,

સુરેન્દ્રનગર

૯.પ ,,

કંડલા એરપોર્ટ

૯.૯ ,,

પોરબંદર

૧૦.૬ ,,

ભાવનગર

૧૧.૧ ,,

જામનગર

૧૧.પ ,,

જુનાગઢ

૧ર.૧ ,,

દ્વારકા

૧૩.૦ ,,

ઓખા

૧પ.ર ,,

૪ મહાનગરો

અમદાવાદ

૯.૬ ,,

ગાંધીનગર

૧૦.૦ ,,

વડોદરા

૧૧.ર ,,

સુરત

૧ર.૭ ,,

ગુજરાત

ડીસા

 ૯.૪ ,,

વલ્લભ વિદ્યાનગર

 ૯.પ ,,

મહુવા - સુરત

૧૦.૪ ,,

દિવ

૧ર.ર ,,

(11:34 am IST)