Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મૂળી તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં સરલાનાં વિદ્યાર્થીઓ

વઢવાણઃ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત તાલુકા કક્ષા નો 'કલા મહોત્સવ ૨૦૨૦ ' મૂળી તાલુકાના સરા ગામે યોજાયો હતો.જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ના વિદ્યાર્થીઓ એ શિક્ષક વારિસ ભાઈ ભટ્ટા ના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. (૧)ભરતનાટ્યમ સ્પર્ધામાં જોતાણીયા મિત્ત્।લ તાલુકા પ્રથમ. (૨)સુગમ સંગીત માં વૈષ્ણવ નિકુલઙ્ગ તાલુકા પ્રથમ (૩) વકતૃત્વ સ્પર્ધામાં પરમાર મનીષા તાલુકા પ્રથમ (૪)લોકનૃત્ય માં સોલંકી એકતા,અસ્મિતા,શીતલ પ્રિયંકા કિરણ ની ટીમ તાલુકા પ્રથમ (૫)સમૂહ ગીત માં અદ્યરા રાહુલ, ત્રમટા વનરાજ , ધાંદ્યળ અજય તાલુકા પ્રથમ(૬)લોકગીત સ્પર્ધા મા સોલંકી એકતા તાલુકા મા દ્વિતીય (૭)લગ્ન ગીત સ્પર્ધા મા રંગપરા કિરણ તાલુકા દ્વિતીય (૮)ચિત્ર સ્પર્ધા મા દેથલિયા રાજુ તાલુકા દ્વિતીય (૯)તબલા વાદન સ્પર્ધા મા ઝેઝરિયા વાસુદેવ તાલુકા દ્વિતીય (૧૦)નિબંધ સ્પર્ધા મા ઉદ્દેશા ભૂમિ તાલુકા મા તૃતીય ક્રમે.ઉપરોકત વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ સફળતા બદલ શિક્ષક શ્રી વારિસ ભાઈ અને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.એન.પ્રજાપતિ તથા સ્ટાફ મિત્રો એ શુભકામના ઓ પાઠવી હતી.

(11:33 am IST)