Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

વડાપ્રધાન મોદી સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરશે જામનગરનો કિનસુક રૂપારેલિયા

ગુજરાતમાંથી 42 વિદ્યાર્થીઓમાં જામનગરના વિદ્યાર્થીની પસંદગી થતાં શાળામાં ભારે ઉત્સાહ

જામનગર: આગામી તા.20ના રોજ દિલ્હી ખાતે વડાપ્રધાન  મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ગુજરાતમાંથી 42 વિદ્યાર્થીઓ પસંદ પામ્યાછે  જેમાંથી જામનગરના ધો.10ના વિદ્યાર્થી કિનસુક કલ્પેશભાઇ રૂપારેલીયાની પસંદગી થતા દિલ્હી ખાતે જવા રવાના થયેલ છે. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે તા.20ના રોજ યોજાનાર પરીક્ષા પે ચર્ચા-2020 કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન દેશના 1037 વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરનાર છે.

  આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલ 42 વિદ્યાર્થીઓ અને 5 એસ્કોર્ટ ટીચર્સ ભાગ લેનાર છે. જેમાં જામનગર જિલ્લાના કુલ 01 વિદ્યાર્થી પસંદગી થયેલ છે. જેમને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તા.18-1-2020ના રોજ નવી દિલ્હી ખાતે પહોંચવાનું હોવાથી વિદ્યાર્થી અમદાવાદ ખાતેના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર મોડામાં મોડા બપોરે 3-30 કલાક સુધી પહોંચી શકે તે માટે સુચના હોવાથી કનસુક કલ્પેશભાઇ રૂપારેલીયા તેના વાલી સાથે ઉત્સાહભેર દિલ્હી જવા રવાના થયેલ છે. જામનગર વિદ્યા નિકેતન સ્કૂલમાં અભ્યાસ કરતા કનસુક રૂપારેલીયાની મોદી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પસંદગી થતા શાળામાં પણ ઉતેજના સાથે હર્ષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

(11:07 pm IST)