Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

હળવદ માર્કેટ યાર્ડ પાસે મારૂતિ વાન સળગી : જાનહાની ટળતા રાહતઃ રોડ પર ટ્રાફીક જામ

અહીંના માર્કેટ યાર્ડ પાસે ધ્રાંગધ્રા થી મોરબી તરફ જઇ રહેલી મારૂતિવાન હળવદ માર્કેટ યાર્ડ પાસે પસાર થઇ રહેલ હતી ત્યારે એકાએક ધુમાડા નિકળતા કાર ચલાવી રહેલા પ્રકાશભાઇ ઉતરી ગયા હતા, ત્યાંજ આગ લાગી જવા પામી હતી. આગ લાગવાથી જાણ થતાજ એપીએમસી ના પાણીના બંબા દ્વારા આગ ઓલવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. આગ લાગવાને લીધે ટ્રાફીકથી ધમધમતા હાઇવે ઉપર ટ્રાફીક જામ થઇ ગયો હતો. તસ્વીરમાં આગ બુઝાવવામાં આવી હતી તે નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ દિપક જોષી હળવદ)

(4:19 pm IST)