Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જામનગરમાં પિતા - પુત્રએ બીભત્સ માંગણી કરી મહિલાઓને માર માર્યો

 જામનગર તા. ૧૮ : અહીં પંચ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વનીતાબેન હરેશભાઈ છગનભાઈ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, લાખાબાવળ સીમ સતીમાના મંદિરની બાજુમાં રાહુલ કિશોરભાઈ વાઘેલા એ ફરીયાદી વનીતાબેન પાસે જઈ બીભત્સ માંગણી કરી આ કામના ફરીયાદી વનીતાબેને તેનો વિરોધ કરતા આ કામના આરોપી રાહુલ કિશોરભાઈ વાઘેલાએ ફરીયાદી વનીતાબેનને ધકકો મારી પછાડી દેતા સાહેદ નીરૂબેન છોડાવવા વચ્ચે પડતા આ કામના આરોપી કિશોરભાઈ દેશાભાઈ વાઘેલા એ સાહેદ નીરૂબેનને ધકકો મારી પછાડી દઈ બંન્ને પિતા–પુત્ર એ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ભુંડા બોલવાની ના પાડતા માર માર્યો

લાલપુર પોલીસ સ્ટેશનમાં કેશાભાઈ દેવાભાઈ સોલંકીએ ફરીયાદ નોંધાવી છે કે, નાંદુરી રોડ, ધરનગર રામાપીરના મંદિર પાસે ઝુપડા પાસે વીરા દેવા ભાટી, દેવા ભાટી, મનજી હીરા ભુંડા ગાળો કાઢતા હોય ફરીયાદી કેશાભાઈએ ગાળો કાઢવાની ના પાડતા આ કામના આરોપી વીરા દેવા ભાટી એ ફરીયાદી કેશાભાઈને લોખંડનો પાઈપ ડાબા હાથે મારી ફેકચર કરી તથા આ કામના આરોપી હીરા દેવા ભાટી એ સાહેદ જમનાબેનને લાકડી એથી માર મારી તથા આ કામના આરોપી મનજી હીરા એ સાહેદ છગન દેવાને માથાના ભાગે લોખંડનો પાઈપ મારી ઈજા કરી એકબીજાને મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

મેઘપર ગામે ભુંડા બોલવા બાબતે મારામારી

મેઘપર પોલીસ સ્ટેશનમાં હરદીપસિંહ મનુભા કંચવા એ ફરીયાદ નોંધાવી છે કે, મેઘપર ગામ બસ સ્ટેન્ડ પાસે મંગલસિંહ કરશનજી રાઠોડ, પ્રવિણસિંગ સરદારજી, પ્રિતમસિંગ સરદારજી રે. મેઘપરવાળાઓ આ કામના ફરીયાદી હરદીપસિંહના ઘર પાસે ગાળો બોલતા હોય જેથી આ કામના સાહેદ ઈજા પામનાર ગંભીરસિંહએ આ કામના આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા આ કામના આરોપી મંગલસિંહ કરશનજી રાઠોડએ ગંભીરસિંહને પકડી રાખી અને આ કામના આરોપી પ્રવિણસિંગ તથા પ્રિતમસિંગ એ લોખંડના પાઈપ થી સાહેદ ગંભીરસિંહને ડાબી આખ પાસે તથા માથામા માર મારી ગંભીર ઈજા કરી તેમજ આ કામના સાહેદો યશપાલસિંહ તથા ભરતસિંહ વચ્ચે પડતા  તેમને પણ આ કામના આરોપી પ્રવિણસિંગ તથા પ્રિતમસિંગ એ લોખંડના પાઈપ વડે માથાના ભાગે મારમારી ઈજા કરી એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(3:37 pm IST)