Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સંકલિત ચોખ્ખો નફો રૂ.૧૦,૨૫૧ કરોડ

ત્રિમાસીક પરિણામો જાહેરઃ સંકલિત આવક રૂ.૧૭૧,૩૩૬ કરોડે પહોંચીઃ જીઆરએમ બેરલ દીઠ ૮.૮ ડોલર રહ્યુ

 જામનગર, તા. ૧૮ :  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ૩૧ ડિસેમ્બર ૨૦૧૮માં પૂરા થતા ત્રિમાસિક ગાળાની નાણાંકીય કામગીરી જાહેર કરવામાં આવી હતી.

સંકલિત ધોરણે ટર્નઓવર ૫૫.૯ ટકા વધીને રૂ.૧૭૧,૩૩૬ કરોડ (૨૪.૬ બિલિયન ડોલર) રોકડ નફો ૧૦.૭ ટકાના વધારા સાથે રૂ.૧૬,૭૨૭ કરોડ (૨.૪ બિલિયન ડોલર) અને ચોખ્ખો નફો ૮.૮ ટકાના વધારા સાથે રૂ.૧૦,૨૫૧ કરોડ (૧.૫ બિલિયન ડોલર) નોંધાયો છે.

સ્ટેન્ડઅલોન ધોરણે  ટર્નઓવર  ૩૭.૭ ટકાના વધારા સાથે રૂ.૧૦૮,૫૬૧ કરોડ (૧૫.૬ બિલિયન ડોલર) નિકાસ ૩૫.૨ ટકા વધીને રૂ.૬૨,૩૭૮ કરોડ (૮.૯ બિલિયન ડોલર) દ્યસારા, વ્યાજ અને કર પહેલાંનો નફો ૧૦.૪ ટકા વધીને રૂ.૧૬,૯૬૩ કરોડ (૨.૪ બિલિયન ડોલર) કર પહેલાંનો નફો ૧.૫ ટકા વધીને રૂ.૧૧,૯૭૨ કરોડ (૧.૭ બિલિયન ડોલર) રોકડ નફો ૧.૮ ટકા વધીને રૂ.૧૨,૧૩૪ કરોડ (૧.૭ બિલિયન ડોલર) ચોખ્ખો નફો ૫.૬ ટકા વધીને રૂ.૮,૯૨૮ કરોડ (૧.૩ બિલિયન ડોલર) નોંધાયો છે.

ત્રિમાસિક ગાળામાં ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (જી.આર.એમ) બેરલ દીઠ ઼૮.૮ રહ્યું.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે ભારત અને જાપાન વચ્ચે વોલ્ટી આધારીત ઇનબાઉન્ડ ઇન્ટરનેશનલ રોમિંગના પ્રારંભની જાહેરાત કરી અને ભારતમાં વોલ્ટી આધારીત ઇનબાઉન્ડ ઇન્ટરનેશનલ રોમિંગ સેવા પૂરી પાડતી ભારતની પ્રથમ ૪હ્વક મોબાઇલ ઓપરેટર બની તેનાથી આંતરરાષ્ટ્રીય રોમર્સ એચ.ડી. વોઇસ અને એલ.ટી.ઇ. હાઇસ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની સાવન મિડિયા પ્રાઇવેટ લિમિટેડે દક્ષિણ એશિયાના સૌથી મોટી સ્ટ્રીમિંગ, એન્ટરટેઇનમેન્ટ અને આર્ટીસ્ટ પ્લેટફોર્મ જિયો સાવનનો પ્રારંભ કર્યો.

જિયોની ડિજીટલ એપ જિયોસિનેમા અને ડિઝની ઇન્ડિયાએ સૌથી મોટી સ્ટોરીટેલિંગ બ્રાન્ડની કાલાતીત વાર્તાઓ અને લોકપ્રિય ચરિત્રોઃ ડિઝની, પીકસર, માર્વેલ અને લુકાસ ફિલ્મ જિયોના તમામ વર્ગના દર્શકો માટે રજૂ કરવા માટે જોડાણની જાહેરાત કરી.

પરિણામો વિષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડાઇરેકટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ઙ્કદેશ અને શેરધારકો માટે વધુ મૂલ્ય સર્જન કરવાના સતત પ્રયાસ કરતી અમારી કંપની ત્રિમાસિક ધોરણે રૂ.૧૦,૦૦૦ કરોડનો નફાનું સિમાચિહ્રન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની બની છે.

સમગ્ર ત્રિમાસિકગાળામાં ઓઇલની કિંમતોમાં દ્યણી જ અસ્થિરતા રહી છે તેવા સમયગાળામાં, આર.આઇ.એલ.એ સંકલિત ધોરણે ખૂબ જ મજબૂત ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. સ્પર્ધાત્મક કિંમતની સ્થિતિ અને સંકલનના લાભ અમારા ઓઇલથી રસાયણ (રિફાઇનિંગ અને પેટ્રોરસરાયણ) વ્યવસાયનો મુખ્ય ભાગ છે, જેણે પડકારજનક વૈશ્વિક વ્યાવસાયિક વાતાવરણમાં પણ સાતત્યપૂર્ણ કામગીરીને વેગ આપ્યો છે. નવા-યુગના કન્ઝયુમર વ્યવસાયમાં અમે રીટેલ અને જિયો પ્લેટફોર્મ પર ધરખમ વૃધ્ધિનો વેગ જાળવી રાખ્યો છે અને કંપનીની સમગ્રતયા નફાકારકતામાં કન્ઝયુમર વ્યવસાયોનો હિસ્સો મક્કમતાથી વધી રહ્યો છે

રિલાયન્સ જિયોના ત્રીજા કવાર્ટરના પરિણામ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું, ઙ્ક દરેક આશા અને અપેક્ષાઓથી વધારે સારી જિયોનો કામગીરી રહી છે. જિયોના વિશ્વના સૌથી મોટા ડેટા નેટવર્કમાંથી એક એવા કુટુંબમાં હવે ૨૮ કરોડ સભ્યો છે અને તે હજુ વધી રહ્યા છે.

(3:37 pm IST)