Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જામનગરની પડાણા પ્રા.શાળાના આચાર્યએ ૧૯.૮૭ લાખની સરકારી ગ્રાન્ટની ઉચાપત કરી

નવ શાળાઓ માટે શિષ્યવૃત્તિ - ગણવેશ અને શાળા સ્વચ્છતા માટે અપાયેલી લાખોની રકમ ઓળવી ગયાની મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા શિક્ષણાધિકારી

 જામનગર તા. ૧૮ : મેઘપર પોલીસ સ્ટેશનમાં પી.એન.પાલા નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જામનગરના એ ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી પી.એન.પાલા જામનગર જીલ્લા પંચાયતમાં જીલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હોય અને જીલ્લા પ્રાથમિક શિક્ષણ હેઠળની પડાણા તાલુકા શાળા માં આચાર્ય આ કામના આરોપી વિજયસિંહ સોલંકી, ફરજ બજાવતા હોય અને તેઓની પડાણા તાલુકા શાળાના ફરજ સમય દરમ્યાન પડાણા તાલુકા શાળા તેમજ તેમની હેઠળ આવતી પ્રાથમિક શાળા મળી કુલ ૯ શાળાઓને રાજય સરકારશ્રી તરફથી વર્ષ ર૦૧૪ થી ર૦૧૮ દરમ્યાન વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ તથા ગણવેશ તેમજ શાળા સ્વચ્છતા અભિયાન માટે આ કામના આરોપી વિજયસિંહ ની જવાબદારી હેઠળ પડાણા તાલુકા શાળાને જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ તૈ પૈકી કુલ રૂ.૧૯,૮૭૦૦૦ની નાણાકીય રકમની આ કામના આરોપી વિજયસિંહએ ઉચાપત અને વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.

શેઠવડાળા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, શેઠવાડાળા ગામે હમીર માવજી ઝિઝુવાડીયાના ઘરની બાજુમાં જાહેરમાં લીબોળીના ઝાડ નીચે ગોળ કુંડળુંવાળી કના ગંગા ખરા, દેવશી મેપા વાઘેલા, ચના નાથા બથવાર, ભલા મુળજી રાઠોડ, ખોળા જીણા પરમાર, રૂપેશ રમેશભાઈ લાલકીયા રે. શેઠવડાળા ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩૪૦  સાથે પાંચ ઝડપાયા એક ફરાર થઈ જતા આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાવથી યુવાનનું મોત

અહીં દિ.પ્લોટ–પ૧ માં રહેતા ભીખાભાઈ રાજાભાઈ બાંભવા એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  દેવાભાઈ ભલાભાઈ લાંબરીયા, ઉ.વ.પપ, રે. હર્ષદપુર ગામ, તા.જિ. જામનગરવાળાને છેલ્લા પાંચેક દિવસથી તાવની બિમારી હોય અને પોતાના સંબંધીને ત્યાં રોકાયેલ હોય અને આ તાવની બિમારી સબબ બેભાન થઈ જતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોકટરશ્રીએ તપાસી મરણ ગયાનું જાહેર કરેલ છે.

(3:35 pm IST)
  • યોગી સરકારે ગરીબોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરીઃ બધા પ્રકારની સરકારી નોકરીઓમાં લાગુ થશે. ગુજરાત,ઝારખંડ પછી હવે યુપી ત્રીજુ રાજ્ય બન્યું છે જેણે ૧૦% અનામતની માંગણી સ્વીકારી લીધી છે. access_time 3:40 pm IST

  • ઉપલેટામાં લલીતભાઈ વસોયા વિરૂદ્ધ પોસ્ટરો : પાણીદાર નેતા પાણી પ્રશ્ને દેખાવ કરીશ...હું કદાવર નેતા વગેરે લખાણવાળા પોસ્ટરોઃ ભાદર બચાવો સાર્થક કરતા પહેલા ખનીજ ચોરી અટકાવવા લોકોમાં ચર્ચા access_time 4:07 pm IST

  • 2018માં 250થી વધુ આતંકવાદીઓને ઠાર કરાયા :54 આતંકીઓની ધરપકડ કરાઈ :ઉતરી સેનાના કમાન્ડર લેફ્ટિનૅન્ટ જનરલ રણબીરસિંહે કહ્યું કે ગતવર્ષે ધાટીમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યમાં છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ છે access_time 1:11 am IST