Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સિદ્ધપુર કોર્ટ સંકુલમાં દારૂ કેસનો આરોપી અચાનક ઢળી પડતા મોત

પાટણ તા. ૧૮: સિદ્ધપુર ખાતે કોર્ટના સંકુલમાં દારૂના કેસમાં જામીન મેળવવા લવાયેલો આરોપી એકાએક ઢળી પડયો અને તેનું મૃત્યુ થતાં સમગ્ર કોર્ટ સંકુલમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સિદ્ધપુરના કેશ કલબ વિસ્તારમાં રહેતા પટેલ હરેશ અંબાલાલ રે. ખટાસણને પ્રોહિબીશનના ગુન્હામાં પકડયો હતો. જેને તા. ૧૬ના રોજ જામીન મેળવવા સિદ્ધપુર કોર્ટમાં રજુ કરાવ લાવવામાં આવેલ હતો ત્યારે આરોપી વકીલ પાસે સહી કરતા અચાનક ઢળી પડયો હતો જેથી કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઇ ગયો હતો. પોલીસ તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડતા ડોકટરે તેને મૃત જાહેર કરેલ. મૃતકનું પી.એમ. કરાવવા અમદાવાદ સીવીલમાં ખસેડવામાં આવેલ છે. મૃતક કસ્ટડી ડેથ હોવાથી તેની લાશનંુ પી.એમ. પેનલ ડોકટરની ટીમ દ્વારા કરાશે તેમ જાણવા મળે છે, મૃતક અંગે તરેહ તરેહની ચર્ચા સાંભળવા મળી હતી.

(3:35 pm IST)
  • રાજસ્થાનમાં ખેડૂતોના દેવામાફી મામલે મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા વચ્ચે વાક્યુદ્ધ : વિરોધપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાએ દેવામાંફીને લંગડા આદેશ કહેતા ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોટએ મોરચો સાંભળ્યો : ગેહલોટએ કહ્યું કે લંગડી વિચારવાળા જ ખેડૂતોના દેવામાંફીને લંગડા આદેશ કહી શકે છે access_time 12:44 am IST

  • યોગી સરકારે ગરીબોને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરીઃ બધા પ્રકારની સરકારી નોકરીઓમાં લાગુ થશે. ગુજરાત,ઝારખંડ પછી હવે યુપી ત્રીજુ રાજ્ય બન્યું છે જેણે ૧૦% અનામતની માંગણી સ્વીકારી લીધી છે. access_time 3:40 pm IST

  • ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડે માં 7 વિકેટથી ભારતનો ભવ્ય વિજય : 2-1 થી સિરીઝ જીતી લીધી : ધોનીએ અણનમ 87 રન , જાધવે 61 અને વિરાટ કોહલીએ 46 રન કર્યા : લેગ સ્પિનર ચહલએ 6 વિકેટ ઝડપી access_time 5:49 pm IST