Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહની લડત સામે સિમેન્ટની કંપની ઝૂકી-પારણા કરાવ્યાઃ

૩૦ ગામોમાં પશુઓ માટે ઘાસ - પાણી : લોકો માટે રોજગારીની ખાત્રી

 ભુજ : અબડાસા લખપત અને નખત્રાણા વિસ્તારમાં આવેલા ઉદ્યોગકારો અછતની સ્થિતીમાં પશુ પાલકો ખેડૂતો અને રોજગારી મુદ્ે મદદ કરે તેવી માંગ સાથે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આદરેલી લડત અંગે રંગ લાવી છે ખાસ કરીને અબડાસા વિસ્તારમાં સ્થાયી થયેલા એક સીમેન્ટની કંપની સામે ધારાસભ્ય અને તેના ટેકેદાર સહિત સ્થાનીક લોકો એ બાયો ચડાવી હતી ત્યારે કંપની દ્વારા લેખિત ખાતરી સાથે અછતમાં શકય તેટલી મદદ માટેની તૈયારી સાથેની માંગ સંતોષતા ઉપસ્થિત આગેવાનોએ ધારાસભ્યને પારણા કરાવ્યા હતાં. કંપનીના જનરલ મેનેજર સહિત અનેક રાજકીય સામાજીક આગેવાનો પારણા સમયે હાજર રહ્યા હતાં. આ અગાઉ ધારાસભ્યએ ખુલ્લી ચીમકી સાથે કંપની અછતમાં મદદ માટે આગળ ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસવાનું નકકી કર્યુ હતું. જેને આસપાસના ૩૦ થી વધુ ગામના લોકોએ સમર્થન આપ્યું હતું, જો કે ખાતરી બાદ તેનો લાભ સ્થાનીક લોકોને કેટલો મળે છે તે જોવું રહ્યુ પરંતુ રાજકીય ઇચ્છાશકિતથી અબડાસાના ધારાસભ્ય એ શરૂ કરેલી લડતમાં તેમણે જીત મેળવી છે જે કદાચ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક ઉદાહરણ રૂપ હોવાનું જણાવાયું હતું.

(3:35 pm IST)