Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાયો

ઉપ પ્રમુખની ચૂંટણી માં હીરાભાઈ સોલંકીની મદદથી ભાજપે કેસરિયો લહેરાવતા કોંગીમાં સોપો

અમરેલીમા રાજુલાની કોગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભૂકંપ સર્જાયો છે. બહુમતીના જોરે ભાજપનો ભગવો લહેરાયો છે. રાજૂલા તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની જગ્યા માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીન મદદથી ભાજપે ભગવો લહેરાવ્યો છે.

  તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માસુબેન બારૈયા, ઉપપ્રમુખ તરીકે અરજણભાઈ વાઘની વરણી કરાઈ છે. કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત આંચકી લેતા સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે જ્યારે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે.

 

(1:45 pm IST)