Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સરકાર અને રિલાયન્સ સાથે મળીને વિકાસના કાર્યો કરશે

જસદણમાં ખેડૂત સંમેલનમાં કુંવરજીભાઇનું ઉદ્બોધન

જસદણ તા. ૧૮ : જશદણ, વિંછિયા અને બાબરા તાલુકામા છેલ્લા ૬ વર્ષથી રીલાયન્સ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર સ્વનિર્ભર ખેડુત ઉત્પાદક કંપની ખેડુતોના વિકાસ માટે કામ કરી રહયા છે. જેમા ખેડુતો આધુનીક અને નફાકારક ખેતી કરતા થાય અને ખેડુતોના ખેતરમાંથી જે ઉપજ આવે છે તેના સારા ભાવ મળી રહે અને સારી જાતના ખાતર બિયારણ મળી રહે તે માટે કાર્યરત છે. અંતર્ગત સ્વ.ધીરૂભાઇ અંબાણીના જન્મદીવસ નિમિતે એક વિશાળ ખેડુત સંમેલન શ્રી ગૌસેવા ટ્રસ્ટ સતરંગ ધામ – અમરાપુર ખાતે રાખવામા આવેલ. જેમા જશદણ, વિંછિયા અને બાબરા તાલુકાના આશરે ૭૫૦ થી પણ વધુ ખેડુતભાઇઓ અને બહેનો એકત્ર થયેલ.

આ ખેડુત સંમેલનમાં રાજયના કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયાઙ્ગ ઉપસ્થીત રહેલ અને ખેડુતોને ઉપયોગી માહીતી આપેલ અને આ અછતના વર્ષમા પશુપાલન અને પાણીની સમસ્યાને કેવીરીતે પહોચી શકાય તે વીશેનુ આયોજન બનાવવા અને આ અછતના સમયે લોકોને અને પશુઓને સમસ્યાના થાય તેવી ખાત્રી આપેલ. કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયાએઙ્ગ રીલાયન્સ ફાઉન્ડેશનની આ વિસ્તારમા ચાલતી આર્થીક ઉત્થાનની કામગીરીને બિરદાવી અને રીલાયન્સ ફાઉંડેશન અને સરકાર સાથે મળીને કામ કરવાની વાતને વેગ આપ્યો. હવે પછીના સમયમા પાણી સંગ્રહના કામો અને પશુપાલનના વિકાસના કામો કરી આ વિસ્તારને વધુમા વધુ મદદરૂપ થઇ આ વિસ્તારને આર્થિક તેમજ સામાજીક વિકાસ કરવા રીલાયન્સ ફાઉંડેશન સાથે રહી કામની વાતને સહકાર આપેલ.

આ કાર્યક્રમમા રાખાવા મા આવેલ ટ્પક પધ્ધતી, આધુનીક ખેતી, નવી નવી ટેકનોલોજી,ખેડુત કંપનીના તેમજ ગ્રામવિકાસ ના આયોજન બનાવવાના સ્ટોલ ની મુલાકાત લઈ ખેડુતોને આધુનીક ખેતી કરવા રાહ બતાવેલ. આજુબાજુના ગામો માથી આવેલ ખેડુતભાઇઓ તેમજ બહેનો એ નાટ્ક, ગીતો, અનુભવો અને દુહાછંદની રમઝટ બોલાવી ઉત્તમ ખેતી કરવા પ્રેરણા આપેલ.

સંમેલનમા જશદણ, વિંછિયા અને બાબરા તાલુકાના સરપંચો, આગેવાનો, ખેડુતભાઇઓ અને બહેનો, પોલીસીલ ઇરીગેશન, બી.સી.આઇ. કોટન કનેકટ, પ્રોગ્રેસીવ ખેડુતોના અનુભવોની ચર્ચા કરવામા આવેલ ખેડુતોએ પોતાનાજ અનુભવની વાત કરી ખેડુતોને પ્રેરણા આપેલ. જે ખેડુતો સારી ખેતી કરી આવકવ્રુધ્ધી કરે છે, સારૂ પશુપાલન કરે છે તેમને રીલાયન્સ ફાઉંડેશન તરફથી સન્માનીત કરવામાઆ આવેલ હતા.

(11:55 am IST)