Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

લોધીકા તાલુકામાં સ્કાય પ્રોજેકટનો પ્રારંભ ૭૦ ખેડૂતો દ્વારા સોલાર વિજ ઉત્પાદન

 લોધીકા તા. ૧૮ :.. તાલુકામાં સ્કાય પ્રોજેકટની શરૂઆત લોધીકા તાલુકાના મેટોડા પી. જી. વી. સી. એલ. સબ ડીવીઝનમાં દેવગામ ફિડરમાં સોલાર પેનલથી ખેડૂતો માટે વિજળી ઉત્પાદનનો પ્રોજેકટ ત્યાર કરવામાં આવેલ છે. જેમાં ૭૦ જેટલી ખેડૂતો સામેલ આ ખેડૂતોને ૧ર કલાક વિજળી મળે છે અને વપરાશ બાદની બચત થયેલ યુનિટ પીજીવીસીએલ સાત રૂપિયા યુનિટથી ખેડૂત પાસેથી ખરીદે  છે.  અને ખેડૂતોને આ પ્રોજેકટમાં પ૦ ટકા સબસીડી મળે છે.

ગુજરાત સરકારની આયોજનાથી ખેડૂતોને સારો એવો લાભ થાય છે તેવુ વાજડી વડ ગામના ઉપસરપંચ અભેસિંહ ખેરડીયા તેમજ લોધીકા તાલુકા સ્કાય પ્રોજેકટના પ્રમુખ ભીખુભાઇ ડાંગર જણાવે છે સાથે સાથે મેટોડા પીજીવીસીએલ.ના એજયુકેટીવ એન્જીનીયર એચ. એચ. ગણાત્રાનું કહેવુ છે કે આ પ્રોજેકટથી ખેડૂતોને રાત્રે જે પાવર માટે રાહ જોવી પડતી તે હવે આ પ્રોજેકટથી દિવસ દરમ્યાન સૂર્ય પ્રકાશથી પાવર મળી રહેશે અને અમારૂ પણ આ પ્રોજેકટના મેન્ટેનશમાં સારી એવી નજર રહેશે અને પીજીવીસીએલ સ્ટાફ તેમજ અધિકારીશ્રીની મહેનતથી આ પ્રોજેકટ ચાલુ કરી દેવામાં આવેલ છે. તેવું ડેપ્યુટી એન્જીનીયર લાલકીયા જણાવે છે.

(11:54 am IST)