Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જામકંડોરણાનાં રામપર ગામે શનિવારે દિવ્ય શાકોત્સવ

ધોરાજી તા. ૧૮ :.. જામકંડોરણાના રામપર ગામે શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ રાજકોટ પ્રેરીત રામપરના આંગણે આગામી તા.૧૯-૧-૧૯ ને શનીવારે સાંજે લેઉઆ પટેલ સમાજ રામપર મુકામે ભવ્ય સાકોત્સવ યોજાશે આ સમારોહના મુખ્ય મહેમાન રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રહેશે. આ તકે પ.પુ. ગુરૂવર્ષ મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજીસ્વામીના શુભાશીવાર્દથી સામુહિક શાકોત્સવ યોજાશે.

આ મંગળ અવસરે પ.પૂ. સદ્ગુરૂ શ્રી દેવપ્રસાદદાસજીસ્વામી હૈદરાબાદ ગુરૂકુળ તેમજ અન્ય ગામોમાંથી સંતો પધારી આર્શીવચનો પાઠવશે.

આ અંગે રામપર ગામે ભવ્ય ભકતીના કાર્યક્રમને લઇને હરીભકતોમાં હર્ષની લાગણીઓ વ્યાપી છે. અને તડામાર તૈયારીઓનો આરંભ થઇ રહ્યો છે.

(11:51 am IST)