Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભાણવડમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

 ભાણવડ તા.૧૮: ભાણવડ શહેર તથા તાલુકામાં જુગારની મોસમ પુરબહારમાં ખુલવા લાગી હોય તેમ વિવિધ સ્થળોએથી વિવિધ જુગાર ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે.

શહેરના તકિયા પાડામાં સલીમ ઇબ્રાહીમ સમાના મકાનમાંથી જુગાર રમતા સાત શખ્સોની ભાણવડ પોલીસે ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી રોકડ રૂ. ૧૧,૪૮૦/- તેમજ મોબાઇલ નંગ-૪ કિ.રૂ. ૮૭૦૦/- સહિત કુલ રૂ. ૨૦,૧૮૦નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલ છે. આ ઉપરાંત બે શખ્સો નાસી છુટવામાં સફળ રહયા હતા. એએસઆઇ પી.આર. કારાવદરાની ફરીયાદના પગલે જુગારધારાની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:50 am IST)