Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ઉના પાસે બાઇક ઉપર ૧૧ બોટલ દારૂ લઇ જતા ર ઝડપાયા

ઉના તા ૧૮ : તાલુકાના વાસોજથી શાદેસક જવાના રસ્તે બાતમીના આધારે જુનાગઢ આર. આર. સેલના મુકેશભાઇ કેશવભાઇ મોવલીયા તથા સ્ટાફે  વોચ ગોઠવી હતી  તે દરમ્યાન રાતકગામના કલ્પેશ  બીજલભાઇ બાંભણીયા તથા ઉમેશ રામજીભાઇ બારૈયા બન્ને મોટર સાયકલ હિરો હોન્ડા જીજે-૩૨ડી ૯૮૦૯ લઇને જતા પોલીસે ચેકીંગ કર્યુ, બાઇક ઉભી રખાવી તપાસ કરતા વિદેશી  દારૂની બોટલ નંગ ૧૧ કિંમત રૂા ૪૪૦૦  તેમજ મોટર સાયકલની  કિંમત રૂા ૩૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૪૪૦૦ નો મુદામાલ  સાથે પકડી પાડી ધોરણસરની  કાર્યવાહી  હાથ  ધરેલ છે.

 

(11:49 am IST)