Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભાવનગરમાં તસ્કરોનો તરખાટ : દુકાનના તાળા તોડી ૫૫૦૦૦ની ચોરી

ભાવનગર તા ૧૮ : ભાવનગરમા ંતસ્કરો નો તરખાટ વધ્યો છે. શહેરમાં વધુ એક વેપારી પેઢીમાં ત્રાટકી  તસ્કરો રૂા ૫૫ હજારનો  મુદામાલ ચોકી કરી ગયાની ફરીયાદ  નોંધાઇ છે.

ભાવનગરમા ંચોરીના બનાવો વધી રહયા છે. વધુ  એક બનાવમાં   શહેરના વડવા પાદર દેવકી રોડ પર આવેલ સોૈરાષ્ટ્ર ફેશન એન્ડ ગનીબેગ સપ્લાયર નામની દુકાન ને નિશાન બનાવી તસ્કરોએ તાળાતોડી રૂા ૫૫૦૦૦ ના મુદામાલની ચોરી કરી નાસી છુટયા  હતા. આ  અંગે  વિપુલભાઇ મોહનભાઇ ઠક્કરે ે એ  ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:49 am IST)