Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભાવનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવ દીધો

કરદેજ ગામે રસ્તો ઓળંગતી વખતે ટ્રકે હડફેટે લેતા વૃધ્ધનું મોત

 ભાવનગર તા. ૧૮ : ભાવનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી જીવ દેતા ચકચાર મચી છે. મળતી વિગતો મુજબ શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા જગદીશભાઇ મનસુખભાઇ ડાભી (ઉ.વ.૩૪) નામના યુવાને તેના ઘરે કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે સી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ટ્રક હડફેટે વૃધ્ધનું મોત

ભાવનગરના કરદેજ ગામે રહેતા ગુણવંતભાઇ ભગવાનભાઇ મકવાણા (ઉ.વ.૫૫) રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરઝડપે ધસી આવેલા ટ્રક નં. જીજે૬એકસ-૩૬૫૬નાં ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઇજા થતાં તેનું કરૂણ મોત નિપજ્યંુ હતું. આ બનાવ અંગે વરતેજ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

(11:49 am IST)