Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભાટીયામાં બે હથીયાર તથા પાંચ કાર્ટીસ સાથે ર ઝડપાયા

ખંભાળીયા તા. ૧૮ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા શ્રી રોહન આનંદ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે ખંભાળીયા વિભગ ખંભાળીયા દ્વારા આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને ગેર કાયદેસર હથીયારો શોધી કાઢવા એલ. સી. બી. પોલીસ ઇન્સ. શ્રી એલ. ડી. ઓડેદરા સુચના કરતા એલસીબી પોલીસ સબ ઇન્સ. શ્રી વી. એમ. ઝાલા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં.

દરમ્યાન પોલીસ હેડ કોન્સ. મસરીભાીઇ ભારવાડીયા તથા અરજણભાઇ મારૂને હકિકત મળેલ કે, ભરતભાઇ ભીમશીભાઇ આંબલીયા જાતે આહીર ઉ.ર૬ ધંધો ખેતી રહે. મળ ગામ ખજુરીયા તા. ખંભાળીયા જિ. દેવભૂમિ દ્વારકા હાલ ભાટીયા તા. કલ્યાણપુર જિ. દેવભૂમિ દ્વારકા તથા સુનીલભાઇ ભરતભાઇ ડાંગર જાતે આહીર ઉ.ર૪ ધંધો ખેતી રહે. રામપર ગામ તા. જી. જામનગર વાળાઓ ભાટીયા ખાતે સોનલકૃપા હોટલ પાસે ગે. કા. હથીયારો વેચાણ કરવાના છે. તેવી હકિકત આધારે આ બંને ઇસમોને રેઇડ દરમ્યાન પકડી પાડી અને તેઓની અંગ ઝડતીમાંથી ભરતભાઇ ભીમશીભાઇ આંબલીયા પાસેથી રિવોલ્વર કિ. રૂ. ૧૦,૦૦૦ ચાલુ હાલતની તથા સુનિલભાઇ ભરતભાઇ ડાંગરની પાસેથી ચાલુ હાલતની પીસ્ટલ કિ. રૂ. રપ,૦૦૦ તથા પ કાર્ટીસ કિ. રૂ. ૧,૦૦૦ મળી આવેલ આ હથીયાર બાબતે પુછપરછ કરતા તે બંને એ આ હથીયારો છગનભાઇ રાઠવા રહે. બીજવરીયા ગામ તા. ચાંદપુર જિ. અલીરાજપુર રાજય મધ્ય પ્રદેશ વાળાની પાસેથી વેચાતા લીધેલ હોવાનું જણાવતા આ બાબતે કલ્યાણપુર પો. સ્ટે. ખાતે આર્મ્સ એકટ મુજબનો ગુન્હો રેકર્ડ કરાવી કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કાર્યવાહી એલ. સી. બી.ના પીઆઇ એલ. ડી. ઓડેદરાની સુચના મુજબ પીએસઆઇ વી. એમ. ઝાલા, એએસઆઇ ભરતસિંહ જાડેજા, હબીબભાઇ મલેક, કો. અરજણભાઇ ચંદ્રાવાડીયા, કેશુરભાઇ ભાટીયા, મસરીભાઇ આહીર, અરજણભાઇ મારૂ, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેસરીયા, જેશલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, હસમુખભાઇ કટારા વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.

(11:45 am IST)
  • 2018માં 250થી વધુ આતંકવાદીઓને ઠાર કરાયા :54 આતંકીઓની ધરપકડ કરાઈ :ઉતરી સેનાના કમાન્ડર લેફ્ટિનૅન્ટ જનરલ રણબીરસિંહે કહ્યું કે ગતવર્ષે ધાટીમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યમાં છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ છે access_time 1:11 am IST

  • કોલકતામાં મમતા બેનર્જીની સંયુક્ત ભારત રેલીમાં વિપક્ષી નેતાઓનો જમાવડો :એચડી કુમારસ્વામી , એમ, કે,સ્ટાલિન ,ચંદ્રાબાબુ નાયડુ,ફારૂક અબ્દુલ્લા,અખિલેશ યદાબ પહોંચ્યા :હાર્દિક પટેલ પણ કોલકતા પહોંચ્યો : બસપાના સતિષચંદ્ર મિશ્રા,એનસીપીના શરદ પવાર,આરએલડીના અજીતસિંહ,તેમજ યશવતસિંહા, જીજ્ઞેશ મેવાણી ,જે,વી,એમના બાબુલાલ મરાંડી મંચ પર બિરાજશે access_time 1:08 am IST

  • દિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર સવારે ગાઢ ધુમ્મસની ચાદરઃ વિઝીબીલીટી ઝીરો તાપમાનઃ ફલાઈટ મોડીઃ ૧૦II વાગ્યા પછી સ્થિતિમાં સુધારો access_time 3:15 pm IST