Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

થાનગઢમાં દિનેશભાઇ પર નાના ભાઇના સાળા-સસરાનો હુમલો

પત્નિ હંસાબેન વચ્ચે પડતાં તે પણ ઘવાયાઃ ભાઇના સાળાને ઘરે જવાનું કહેતાં માથાકુટ

રાજકોટ તા. ૧૮: થાનગઢમાં વિટકો પોટરી પાસે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં દિનેશભાઇ વાલાભાઇ ખીમસુરીયા (વણકર) (ઉ.૪૧)ને તેના નાના ભાઇ બાબુભાઇના સાળાકમલેશભાઇ, ધમાભાઇ, સસરા રામભાઇ જાખર સહિતે ધક્કો મારી પાછડી દઇ ઢીકા-પાટુનો માર મારતાં દિનેશભાઇના પત્નિ હંસાબેન (ઉ.૪૦) વચ્ચે પડતાં તેને પણ માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. દિનેશભાઇના કહેવા મુજબ તેના નાના ભાઇનો સાળો બજારમાં બેઠો હોઇ તેને ઘરે જતાં રહેવાનું કહેતાં મનદુઃખ રાખી ડખ્ખો કરાયો હતો.

(11:42 am IST)