Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ખાંભાના પંચમુખી હનુમાન મંદિરે વિષ્ણુ યાગ, લોક ડાયરો યોજશેઃ ધર્મોત્સવની તડામાર તૈયારી

શ્રી પંચમુખી હનુમાનજી આશ્રમના મહંત પૂ.રામબાલકદાસબાપુએ અયોધ્યા ચિત્રકુટમાં એક વર્ષ અનુષ્ઠા પુર્ણ કર્યા : લધુ મહંત કરૂણાનિધાનદાસબાપુ દ્વારા વિષ્ણુ યાગ, સંતવાણી, લોક ડાયરો અને મહાપ્રસાદ સહિત કાર્યક્રમોઃ ઇગોરાળા, મોટા સમઢીયાળા, અનીડા, કોટડા સહિતન ચાર ગામોના સેવકગણોનું આસ્થાભેર આયોજનઃ પંચમુખી હનુમાનજી આશ્રમે સંતો-મહંતો સેવક સમુદાયોની વિરાટ ઉપસ્થિતીમાં ભજન-ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાશે

 લીલીયા તા. ૧૮ :.. ખાંભા નજીક ચલાલા માર્ગ પર આવેલ સુપ્રસિધ્ધ શ્રી પંચમુખી હનુમાનજી આશ્રમ (વાંકુનીધાર)ના મહંત ગુરૂદેવ પ.પૂ. શ્રી રામબાલકદાસબાપુ અયોધ્યાય અને ચિત્રકુટમાં એક વર્ષ અનુષ્ઠાન પુર્ણ કરી આશ્રમમાં પુનઃ આગમન પ્રસંગે આશ્રમનાં લઘુ મહંત પૂ. શ્રી કરૂણાનિધાનદાસબાપુ દ્વાારા વિષ્ણુ યાગ, સંતવાણી, લોક ડાયરો, તથા મહાપ્રસાદ સહિતન કાર્યક્રમો તા. ર૬-૧-ર૦૧૯ શનિવાર તા. ર૭-૧-ર૦૧૯ રવિવારના રોજ યોજાનાર છે. જે તા. ર૬ ના રોજ વિષ્ણુ યાગ યજ્ઞનો પ્રારંભ થશે  તા. ર૭ મીએ પુર્ણાહૂતિ થશે.

યજ્ઞનાં આચાર્ય પદે શ્રી વિપુલભાઇ શાસ્ત્રી સેવા આપશે. તા. ર૬ શનિવાર રાત્રીના ૯ કલાકે સંતવાણીમાં બિરજુ બારોટ, પ્રવિણભાઇ પટેલ, મનસુખભાઇ વસોયા, વગેરે કલાકારો સંતવાણી, લોક સાહિત્યની જમાવટ કરશે. સમગ્ર ધર્મોત્સવના યજમાન દાતા અશ્વિનભાઇ બાબુભાઇ સભાયા, કમલેશભાઇ ગોવિંદભાઇ સભાયા, અલ્પેશભાઇ મનસુખભાઇસભાયા, સેવા આપશે. તા. ર૭ મીને રવિવારના રોજ મહાપ્રસાદ યોજાશે. જેમાં ઇંગોરાળા, મોટા સમાઢીયાળા તા. અનીડા, કોટડાના સેવકગણ વતી શ્રી કરુણાનિધાનદાસબાપુ ગુરૂ શ્રી રામબાલકદાસબાપુએ જાહેર આમંત્રણ થી જણાવ્યું છે.

 

(11:36 am IST)