Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મોરબી રોટરીનગરના પ્લોટમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા રોટરીનગરમાં સ્થાનિકોની સમસ્યાને ધ્યાને લઈને આ વિસ્તારના ભાજપના કાઉન્સિલર દ્વારા પેવર બ્લોક અંગે કરેલી માંગણી સ્વીકાર્ય થતા પેવર બ્લોકનું  ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સામાકાંઠે આવેલા રોટરીનગરના સાર્વજનિક પ્લોટમાં  પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત આ વોર્ડના ભાજપના કાઉન્સિલર જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લત્તાવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પેવર બ્લોકને પગલે લોકોને સમસ્યામાંથી છુટકારો મળશે જેથી લત્તાવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. તસ્વીરમાં ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે ઉપસ્થિત લોકો નજરે પડે છે.

(10:13 am IST)