Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

મોરબીની નવયુગ વિદ્યાલયમાં રમતોત્સવ યોજાયો

 મોરબી : નવયુગ વિદ્યાલય મોરબી દ્વારા તાજેતરમાં શાળાના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ વિવિધ રમતોનો આનંદ માણવાની સાથે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગેડો. ભવિનભાઈ ચંદે (PHYSIO FIT) દ્વારા મશાલ રેલીમાં મશાલ પ્રગટાવીને રમતોત્સવને ખુલ્લો મુકાયો હતો અને ખેલાડીઓને સ્વસ્થ જીવન અંગે માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ જે વિદ્યાર્થીઓ વ્યકિતગત રમતમાં પ્રથમ ક્રમાંક મેળવશે તેમને PHYSIO FIT GYMમાં એક માસ ફ્રીમાં ટ્રેનિંગ આપવાની જાહેરાત કરી હતી. આ સ્પોર્ટ્સ ડેનો ખાસ હેતુ બાળકોના જીવનમાં રમત-ગમતનું મહત્વ ટકી રહે તે માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેચ, વિવિધ એથ્લેટીકસ સહિત ૨૦ થી પણ વધુ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતોમાં ખેલાડીઓએ ખેલદિલીથી અલગ-અલગ રમતમાં ભાગ લઈ પોતાનુ કૌવત બતાવ્યું હતુ. સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયાના માર્ગદર્શન હેઠળ શાળાના વ્યાયામ શિક્ષક તરૂણભાઈ પટેલ અને શૈલેષભાઈ પરમાર સહિતના સ્ટાફે આયોજનને સફળ બનાવ્યું હતું તે પ્રસંગની તસ્વીર.

(10:12 am IST)