Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જામનગર : એસ.ટી. ડેપો પાસે થયેલ હત્યાનો આરોપી ઝડપાયો

જામનગરમાં કુરિયરની દુકાનમાં લેતી-દેતી બાબતે રાત્રે ડેનિશ નામના યુવાનની છરી મારીને હત્યા કરાઇ હતી. આ હત્યાના આરોપી હરદેવસિંહને પોલીસે ઝડપી લીધો હતો. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર-અહેવાલ-મુકુંદ બદિયાણી-જામનગર)

(4:08 pm IST)
  • કાલથી કાશ્મીરમાં ફરી બરફવર્ષા : હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ તા.૧૯ થી ૨૧ (શનિથી સોમ) દરમ્યાન ફરી બરફ વર્ષા થશે. નવા વર્ષની શરૂઆતના દિવસોથી જ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. પ્રવાસીઓને જલ્સા પડી ગયા છે તો સ્થાનીય લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છેે. કાશ્મીરમાં બરફવર્ષાની અસરથી આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ઠંડીમાં ફરી વધારો થાય તેવી સંભાવના છે. access_time 3:15 pm IST

  • 'મણિકર્ણિકા' ફિલ્મ રિલીઝમાં અડચણ નાખશો તો બરબાદ કરી નાખીશ : અભિનેત્રી કંગના રાનૌતે : કરણી સેનાને ફેંકયો પડકાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર આધારીત ફિલ્મ મણીકર્ણિકાનો કરણી સેનાએ વિરોધનો જવાબ દેતી હિન્દી ફિલ્મ અભિનેત્રી access_time 5:58 pm IST

  • ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડે માં 7 વિકેટથી ભારતનો ભવ્ય વિજય : 2-1 થી સિરીઝ જીતી લીધી : ધોનીએ અણનમ 87 રન , જાધવે 61 અને વિરાટ કોહલીએ 46 રન કર્યા : લેગ સ્પિનર ચહલએ 6 વિકેટ ઝડપી access_time 5:49 pm IST