Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

સરધાર મહોત્સવમાં ૩ વિશ્વ વિક્રમ

અત્યાર સુધીની સૌથી વધુ (૧૧૭) પાના ધરાવતી કંકોત્રી : હસ્તલિખિત સૌથી નાના કદની શિક્ષાપત્રીઃ નિત્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા સળંગ ૬૨૧ ઘરસભા : આ ત્રણેય સફળતાએ ડંકો વગડાવ્યો

રાજકોટ,તા. ૧૭: સરધારમાં સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માં આજ રોજ એક સાથે ૩ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા અમેરિકા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એ જેની નોંધ લીધી . આ પ્રસંગે ગુજરાત રાજયના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થતિ રહ્યા હતા

વિશ્વ ભરમાં વર્લ્ડ  રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે . વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્યણાંજ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે  .જેમાં અનેક કેટેગરી નો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ,ગ્લોબલ આઇકોન,ઇન્સ્પાયરિંગ હ્યુમન, કિડ્સ વર્લ્ડ રેકોર્ડ,બ્રાન્ડ પ્રમોશન સ્ટ્રેટેજી,એમ્પ્લોયમેન્ટ એંગેજ સ્ટ્રેટેજી,ટુરિઝમ પ્રમોટ,પ્રોડકટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. સાથે સાથે દુનિયા ભરમાંથી ટેલેન્ટ ને બહાર લાવવા ટેલેન્ટ શો નું આયોજન, વાર્ષિક વર્લ્ડ રેકોર્ડ બુક, ઈ-ન્યુઝ પેપર, આ સિવાય વ્યકિતગત,કોર્પોરેટ સેકટર,ગવર્મેન્ટ,સંસ્થા તમામની જુદા જુદા ક્ષેત્રે નોંધ લઇ સંપૂર્ણ ચકાસી જેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે .

આજે સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આઠમા દિવસે અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન  દ્વારા ત્રણ વર્લ્ડ  રેકોર્ડ નોંધણી ના સર્ટિફિકેટ   સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા. જેમાં સંપ્રદાય માં અને હિન્દૂ ધર્મમાં અત્યાર સુધીની સૌથી વધારે પેજ ધરાવતી કંકોત્રી જેની અંદર ૧૧૭ પેજ ની બનાવવામાં આવી છે તેનો રેકોર્ડ સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની કંકોત્રી નો આજ રોજ નોંધી વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું .

બીજો વર્લ્ડ રેકોર્ડ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની હસ્તલિખિત સૌથી નાની અને સૌથી ઓછો વજન ધરાવતી શિક્ષાપત્રી બનાવવામાં આવી જેનો અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ નોંધી  સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું .

ત્રીજો વર્લ્ડ રેકોર્ડ સ્વામીશ્રી નિત્યસ્વરૂપ દાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર ૬૨૧ ઘર સભા કરીને સૌના જીવન પરિવર્તન થાય એ હેતુ થી દ્યરસભા કરવામાં આવી હતી જેની નોંધ અમેરિકા ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એ લઇ આજ રોજ વર્લ્ડ રેકોર્ડ નોંધી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતુ.

 સ્વામીશ્રી નિત્યસ્વરૂપ દાસજીની આવી ઉમદા અને સમાજ કલ્યાણકારી પ્રવૃત્ત્િ।થી વાકેફ થઇ ને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્વામીશ્રીને પ્રેરણાદાયી વ્યકિતત્વ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત ના રાજયપાલ મહામહિમ આચાર્ય દેવરતજી ની વિશેષ ઉપસ્થિતિમાં અને લખો હરિભકતોની હાજરી માં એમના સ્વ હસ્તે સ્વામીજી ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો . આ પ્રસંગે અમેરિકા ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ના Founder & CEO ની સૂચનાથી અધિકારીઓ સરધાર શ્રી સ્વામિનારાયણ મંદિર સ્થિત  બે દિવસ થી  હાજર રહ્યા હતા. જેમાં વસીમભાઈ મલેક, ભરતસિંહ પરમાર ઉપસ્થિતિ રહી વર્લ્ડ રેકોર્ડ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

(3:22 pm IST)